________________
(૭) ઉત્તરાધ્યયન સૂત્રના સાતમાં અધ્યયનમાં ર૩માં શ્લોકમાં “સાગરજળ જેટલા દેવતાઈ ભોગોની સામે માનવીય ભોગો ઘાસના અગ્રભાગે રહેલ જળબિંદુ જેટલા જ છે એમ કહ્યા પછી કહ્યું
'कुसग्गमित्ता इमे कामा संनिरुद्धंमि आउए ।
कस्स हेउं पुराकाउं जोगक्नेमं न संविदे ॥२७॥' આ શ્લોકની વ્યાખ્યામાં પૂ.આચાર્યવાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજે કહ્યું - “માનવીય ભોગો અત્યલ્પ કુશાગ્રજળબિંદુ જેટલા, ને તે પણ ‘સંનિરુદ્ધ એટલે કે અતિટુંકા સોપક્રમ આયુષ્ય પૂરતા જ ભોગો મળ્યા છે. (પણ નહિ કે અસંખ્ય વર્ષના દિવ્યભોગો), તો પછી કયા કારણને લઈને માણસ યોગક્ષેમને અર્થાત્ ધર્મની પ્રાપ્તિ અને પ્રાપ્ત ધર્મના પાલનને ધ્યાન પર નહિ લેતો હોય? ન લેવામાં કારણભૂત એની (ઇહલૌકિક) ભોગોની આસક્તિ જ છે ને? પણ તે ભોગો તો ધર્મથી પ્રાપ્ય દિવ્ય ભોગોની અપેક્ષાએ આવા જળબિંદુ જેટલા છે, તેથી વાદિવેતાલ શાંતિસૂરિજી શું કહે છે? -
तत्त्यागतो विषयाभिलाषिणापि धर्मे एवं यतितव्यम् -
અર્થાત્ અહીંના ભોગોનો ત્યાગ કરીને વિષયાભિલાષીએ અર્થાત્ દેવતાઈ સુખના અર્થીએ પણ ધર્મમાં જ યત્ન કરવો જોઈએ, એ સૂત્રકારનો અભિપ્રાય છે.”
જે લોકો એવી વાતો કરે છે કે “આવું તો ક્યાંક ક્યાંક જ કહ્યું છે, બધે નહિ એ વાત ગળે ઉતરે એવી નથી.... શ્રાદ્ધવિધિ-ધર્મ સંગ્રહ શાસ્ત્રો શું કહે છે? :
(૮) શ્રાવકે શું કરવું જોઈએ, એ બાબત ઉપર વિશદ પ્રકાશ પાથરનારા શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રાદ્ધવિધિગ્રંથમાં તથા ઉપા૦ માનવિજય મહારાજ
(૧૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org