________________
‘अर्थकामार्थिभिः पुरुषैः परमार्थतो धर्म एवोपादातुं युक्तः'
‘અર્થકામના અર્થી પુરુષોએ પરમાર્થથી ધર્મજ કરવો યોગ્ય છે' અર્થાત્ અર્થ-કામ ઈચ્છો છો ? તો એ માટે પણ ધર્મ જ કરો. અર્થકામ માટે થતાં ધર્મને જો શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજ સર્વથા ‘ભૂંડો’ માનતા હોત તો આવું લખત ખરા ? શું એ ભવભીરુ ન હતા ? હજુ આગળ જોઈએ –
પુષ્પમાલા શાસ્ત્ર શું કહે છે :
(૫) મલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મ. પુષ્પમાલા ગ્રન્થમાં શ્લો. ૪૭૫માં સ્પષ્ટ જણાવે છે કે ‘જો વિષયતૃપ્તિ આદિ સુખો તું ઈચ્છતો હોય તો પણ ધર્મમાં જ ઉદ્યમ કર’.
‘વિસચસુદ્ધ સોન્ગ-સંપયું, પવરવ નિિત । નર્ મહસિ નીવ ! નિરૂં, તા ધમ્મે ઞાયર હ્રાસુ II’
અર્થ :- હે જીવ જો તને સુંદર વિષયસુખ, સૌભાગ્ય, સંપત્તિ, સુંદરરૂપ તથા યશ-કીર્તિની ઈચ્છા હોય તો હંમેશા ધર્મમાં આદર કર !
શું આવો ઉપદેશ કરનારા શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે પાપોપદેશ કર્યો એમ કહેવાની ધૃષ્ટતા આપણે કરશું ? શું એમને મૂળભૂત જૈન સિદ્ધાન્તોની ગતાગમ નહીં હોય ? અભિનિવેશ છોડીને શ્રી જિનશાસનના શાસ્ત્રોનું અવગાહન કરનારને તો આવાં પુષ્કળ વિધાનો ઉપલબ્ધ થઈ શકે છે. તથા
કલ્પસૂત્રટીકા શાસ્ત્ર શું કહે છે ? :
(૬) દરવર્ષે કલ્પસૂત્રના કરાતા શ્રવણમાં આપણને સાંભળવા મળે છે કે ઉપા∞ વિનયવિજયજી ગણિ મહારાજ ખરાબ સ્વપ્નના ફળથી બચવા માટે તેમજ સારા સ્વપ્નનું ફળ મેળવવા માટે જિનપૂજા વગેરેમાં પ્રયત્નશીલ બનવાનું સ્પષ્ટ લખે છે એ કોણ નથી જાણતું ? પ્રશ્ન થાય, -
પ્ર૦ - આગમ શાસ્ત્રમાં ક્યાંય મોક્ષ સિવાયના આશયથી ધર્મ કરવાનું વિધાન છે ?
ઉ0 – એ પણ ઉપલબ્ધ છે. દા.ત. જુઓ,
(૧૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org