________________
આ રીતે કીર્તિ-આરોગ્યાદિ માટે નામાદિન્યાસનું વિધાન કરનારા શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કે ઉપા૦ શ્રી યશોવિજયજી મહારાજને વિષાદિ અનુષ્ઠાનની ગતાગમ નહીં હોય ? અને દીક્ષા આપનાર કે લેનાર શં બાળ કે મુગ્ધ છે કે જેથી તેમને કીર્તિ-આરોગ્ય માટે નામાદિન્યાસ કરવાનું વિધાન કરવું પડે ? આનાથી તો એ ફલિત થાય છે કે ‘ઇહલોકાદિની કામનાથી મુગ્ધલોકો જ ધર્મ કરે, પ્રબુદ્ધ નહીં' આવો એકાન્ત આગ્રહ શાસ્ત્રજ્ઞ મહાપુરુષોએ રાખવો જોઈએ નહિ.
અલબત્ત આ કહેવાનો એ આશય નથી કે “બાળજીવો આગળ પણ મોક્ષની વાત નહીં કહેવી.’ એવા જીવો આગળ પણ જીવનમાં ધર્મની જરૂરિયાત બતાવવા માટે પ્રારંભે આવું જ કાંઈ બતાવવાનું હોય છે કે સંસાર દુઃખરૂપ છે, દુઃખફલક છે, દુઃખાનુબંધી છે, જીવ મોક્ષ પામે ત્યારે જ આવા સંસારનો અંત આવે છે; અને એ મોક્ષ પામવા માટે એકમાત્ર તારણહાર ધર્મ જ સાધન છે. આવા ઉત્તમ આર્ય મનુષ્યભવમાં એ ધર્મ સુલભ બને છે એની જો સાધના ન થાય તો ભવ એળે જાય છે. કેમકે ધર્મના પીઠબળ વિનાના જીવને આ ભવ પછી દીર્ઘ સંસાર-ભ્રમણ પાછું ચાલુ થઈ જાય છે. . .’” આમ બાળજીવો આગળ પણ મોક્ષનો અંતિમ ઉદ્દેશ બતાવવામાં આવે છે; અને વાત પણ સાચી છે કે અંતે તો મોક્ષ પામ્યા વિના સુખાર્થી જીવનો કોઇ છુટકો નથી. આમ છતાં એ જીવો જીવનમાં ધર્મને વ્યાપક બનાવે એ માટે જ્ઞાનીઓ એ પણ કહે છે કે ‘મોક્ષ ન મળે ત્યાં સુધી પણ તમારે જો સુખી રહેવું હોય તો ધર્મ વિના કોઈ આરો-વારો નથી; માટે જીવનમાં મુખ્યપણે ધર્મને આરાધવો’......
ઉપમિતિ શાસ્ત્ર શું કહે છે ? :
(૪) ઉપમિતિ ભવપ્રપંચ કથાકાર શ્રી સિદ્ધર્ષિગણિ મહારાજ અર્થ-કામ અને ધર્મ પુરુષાર્થનું વર્ણન કર્યા પછી (જીઓ ભા. ૧ પૃષ્ઠ ૪૨) સ્પષ્ટ સ્પષ્ટ ફરમાવે છે કે
ઉત્તરાધ્યયન-આગમ શું કહે છે ? :
(૧૨૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org