________________
'भो भो महानुभावा ! सम्मं धम्मं करेह जिणकहियं । जड़ वंछह कल्लाणं इहलोए तहय परलोए । '
અર્થ :- હે મહાનુભાવો ! જો આલોક અને પરલોકમાં હિતને ઈચ્છતા હો, તો જિનેશ્વરદેવનો કહેલો સાચો ધર્મ બરાબર કરો.
શું આ ચારણમુનિને ખબર નહીં હોય કે ‘ધર્મ મોક્ષ માટે જ કરવાનો ઉપદેશ કરાય ? ઈહલોકાદિ માટે નહીં ?' જે રાજા (મદનમુંજાષાના પિતા) ‘દહેરાસરમાં દીકરીના વરની ચિંતા ના થાય' એવું જાણતો હતો તે શું સાવ બાળ હશે કે જેથી એની આગળ ચારણમુનિએ ઈહલોકના કલ્યાણની વાંછાથી પણ ધર્મ કરવાનો ઉપદેશ કર્યો ? તદુપરાંત -- ષોડશક દીક્ષા પ્રકરણ શું કહે છે ?
(૩) બારમાં ષોડશકમાં શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ દીક્ષામાં નામાદિ સ્થાપના કરવાનું ખાસ વિધાન કરે છે. એના ઉપર પ્રશ્ન થાય કે દીક્ષા અવસરે નામાદિ સ્થાપનામાં મહાન આદર કરવાનું કેમ કીધું ? તેના ઉત્તરમાં શ્લો.૯ માં જણાવે છે કે –
'कीत्र्त्यारोग्य-ध्रुवपदसम्प्राप्तेः सूचकानि नियमेन । नामादीन्याचार्या वदन्ति तत्तेषु यतितव्यम् ॥'
અર્થ :- નામ વગેરે કીર્તિ, આરોગ્ય, ધ્રુવ પદની પ્રાપ્તિના નિયમા સૂચક હોવાથી તેમાં પ્રયત્ન કરવો જોઈએ...
ઉપાવ્યશોવિજયજી મ. શું કહે છે ? :
અહીં વ્યાખ્યાકાર ઉપા૦ શ્રીમદ્ યશોવિજયજી મહારાજ સાફસાફ જણાવે છે કે- “સાર્થક નામના કીર્તનમાત્રથી શબ્દાર્થ સ્પષ્ટ ભાસે છે, એનાથી વિદ્વાનો અને સામાન્ય લોકોને પ્રસન્નતા ઉપજે છે. તેનાથી એ દીક્ષા લેનારને અનેક લોકો દ્વારા ગુણગાન સ્વરૂપ કીર્તિ પ્રાપ્ત થાય છે. તથા ભાવગર્ભિત પ્રવૃત્તિદ્વારા રજોહરણ-મુહપત્તિ ધારણ કરવા સ્વરૂપ સ્થાપનાથી આરોગ્ય પ્રાપ્તિ થાય છે.’
(૧૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org