________________
આમ ભાવનાજ્ઞાની મહાત્માઓ સમજે છે કે ‘જીવોને જીવનમાં એકવાર ધર્મને મુખ્ય કરવા દો, એમાં મોતના આશયથી પણ ધર્મ કરે છે તો કદાચ સાંસારિક વસ્તુની સિદ્ધિ માટે પણ ધર્મ કરે છે. એમ જીવનમાં ધર્મને પ્રધાન-પ્રધાન કરતો રહેશે એટલે એ કર્મલઘુ યાને લઘુકર્મી બનીને મોક્ષના આશયને જ મુખ્ય કરનારો ઉત્તમ પુરુષ બનશે. એટલે જ,
પંચાશક શાસ્ત્ર શું કહે છે ? :
-
(૧) ભાવનાજ્ઞાની મહાત્માઓ ધર્મના વ્યવહારોનું ખૂબ પાલન કરાવવા માટે ભાવ-પ્રધાન નહિ કિન્તુ વ્યવહારપ્રધાન દેશના આપે છે; અને વચમાં વચમાં શ્રોતાઓની યોગ્યતા પ્રમાણે ભાવ તરફ-નિશ્ચય તરફ ધ્યાન દોરતા હોય છે. આ દેશના સર્વજીવ-હિતકારી નિશ્ચય-પ્રાપક વ્યવહારનય-મુખ્યતાવાળી હોઇને જિનાજ્ઞા વિહિત દેશના છે, - દા.ત. પંચાશક શાસ્ત્રમાં (૧૯/૨૭) વ્યાખ્યાકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજ પણ જણાવે છે કે “મુગ્ધ લોકો (ઉત્તમ કક્ષાએ નહીં પહોંચેલો જીવો) રોહિણી આદિ દેવતાના ઉદ્દેશથી શરૂઆતમાં એ રીતે પ્રવૃત્ત થયેલા અભ્યાસાદિ દ્વારા કર્મક્ષયના ઉદેશથી પણ પ્રવૃત્ત થાય છે, શરૂઆતથી જ એ કાંઇ કર્મક્ષયના ઉદ્દેશથી પ્રવર્તી શકે તેમ હોતા નથી.’” આ હકીક્ત હોવાથી જો બાલાદિ તમામ જીવોને મોક્ષ માટે જ ધર્મ થાય એવો એકાન્તે એક સ૨ખો ઉપદેશ, એકાંત ગર્ભિત ઉપદેશ આપીએ તો એ પંચાશક શાસ્ત્રના કથન સાથે સંગત થાય? કે શાસ્ત્રથી વિરૂદ્ધ પડે ? એ વિચારવું જોઈએ.
પણ
આપણા સર્વ જીવોના હિતૈષી કોઈ પૂર્વાચાર્ય મહર્ષિએ એવા એકાન્તવાક્યોનું ઉચ્ચારણ કર્યું નથી. તેઓએ જેમ ઉત્તમ જીવોને મોક્ષ માટે ધર્મ ક૨વાનો ઉપદેશ કર્યો છે, તેમ બાલાદિ બધા જીવોની સભામાં ભાવીમાં તેઓ મોક્ષાર્થી બને એ હેતુથી આલોક પરલોક સુધરે એ માટે પણ ધર્મ કરવાનો સ્પષ્ટ દીવા જેવો ઉપદેશ આપ્યો જ છે. દા.ત.
શ્રી ‘સિરિવાલકહા’શાસ્ત્ર શું કહે છે ? :
(૨) શ્રીપાલ કથામાં જ્યારે ચારણમુનિ શ્રીપાલનો પરિચય મદનમંજીષાના પિતાને આપતા પહેલાં ધર્મોપદેશ આપે છે ત્યારે સૌ પ્રથમ જ કહે છે(શ્લો. ૫૫૯)
(૧૨૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org