________________
પુરુષ કોઇક ઔષધિના ભક્ષણથી પુરુષમાંથી બળદ બન્યો છે અને ઘાસચારો ખાઈને દિન વ્યતીત કરે છે, પણ સંજીવની નામની ઔષધિ ચરતો નથી, તે પુરુષની પત્ની તેને સંજીવની ઔષધિવાળા ક્ષેત્રમાં લઈ જાય છે. ત્યાં અનેક જાતની ઔષધિ ઊગેલી છે. એમાંથી સંજીવની કઈ એની એને ખબર નથી, પણ બીજી બધી ચારિ ચરતાં ચરતાં પેલી સંજીવની પણ એના ચરવામાં આવી જવાથી તે બળદ મટીને પુરુષ બની ગયો.
આ રીતે ભાવનાજ્ઞાની મહાપુરુષો સમજે છે કે – ઉત્તમ પુરુષો સહજ રીતે મોક્ષની અભિલાષાથી ધર્મપ્રવૃત્તિ કરે છે, પરંતુ બાળ અને મધ્યમ જીવો એટલી કક્ષાએ નહિ પહોંચ્યા હોવાથી સાંસારિક વસ્તુના આશયથી પણ ધર્મનો આશરો લે છે. એવા જીવોને જો એમ કહીયે કે “ધર્મ મોક્ષ માટે જ થાય, ને મોક્ષની અપેક્ષાના બદલે આ લોકના પદાર્થની અપેક્ષાથી ધર્મ કરવામાં આવે તો એમાં ભાવ મલિન બને છે; અને મલિન ભાવથી ધર્મ કરાય તો દુર્ગતિ થાય અને ભવના ફેરા વધે” તો આવા ઉપદેશથી એ બાળમધ્યમ જીવો સહેજે ભડકે અને દુર્ગતિથી ભડકીને ધર્મ છોડી દે એવું બને, ધર્મ કરીએ અને ભવના ફેરા વધે એના કરતા ધર્મ ન કરવો સારો. સાંસારિક વસ્તુની કોઈ જ ઈચ્છા મમતા નહિ હોય ત્યારે ભાવ ચોખા થશે, અને ત્યારે ધર્મ કરીશું બાકી અત્યારે તો ધર્મ કરવામાં જોખમ છે.” -એમ એના મનને થાય એ સંભવિત છે. આમ એ થોડો ઘણો ધર્મ કરતો હોય એ છોડી દે એમ બને. એનું પરિણામ એ આવે કે એ પાછો અર્થ-કામના પુરુષાર્થમાં ગળાબૂડ ડુબ્બો રહેવાનો !
આ ભયસ્થાનને લીધે એ ભાવનાજ્ઞાની મહાત્માઓ સમજે છે કે “એવા બાળ-મધ્યમ જીવોને ધર્મના ઉદેશની શુદ્ધિ પર એકાન્તવાદ કાર ગર્ભિત વધુ પડતો ભાર મૂકવાને બદલે પ્રારંભમાં ધર્મની પ્રવૃત્તિ પર ભાર મૂકવો અત્યંત જરૂરી છે. કેમકે જો એ ખાસ ધર્મ જ નહિ કરતા હોય તો એમને ઉદેશની શુદ્ધિ ગોખાવાનો શો અર્થ રહેવાનો? જીવનમાં સારી રીતે ધર્મ કરતો થાય, સર્વત્ર ધર્મને મુખ્ય બનાવે, તો હવે એને ઉદ્દેશની શુદ્ધિ કરવાની ભૂમિકા ગણાય. જીવનમાં જો ધર્મને એવું સ્થાન જ નથી તો એવાને “ધર્મ કરતાં જો મોક્ષ સિવાયનો બીજો આશય રાખશો તો ભવમાં ભટકતા થઇ જશો' એવું કહેવાનો શો અર્થ રહે?
(૧૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org