________________
દેશના યા પરસ્થાન દેશના થાય અને પરસ્થાન દેશનાને આ શાસ્ત્રકારે પાપ દેશના કહી છે... - હવે જ્યાં બાળ-મધ્યમ અને બુધ ત્રણ પ્રકારના જીવોની સભા હોય ત્યાં જૈનશાસનને પામેલા તથા ભાવના જ્ઞાનની ઉચ્ચ ભૂમિકા પર પહોંચેલા મહાત્માઓની તમામ પ્રવૃત્તિ બાળ-મધ્યમ-બુધ સર્વ જીવોની હિત-કામનાથી ઓતપ્રોત હોવાના કારણે એમનો ઉપદેશ પણ એ બધા જીવોનું હિત સધાય એ પ્રકારનો હોય છે.
પ્ર- ‘ભાવનાજ્ઞાનની ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચેલા એટલે શું?
ઉ૦ - શ્રીમદ્ હરિભદ્રસૂરિ મહારાજે ષોડશક શાસ્ત્રમાં ત્રણ પ્રકારનાં જ્ઞાન ઉપદેશ્યા છે. શ્રુતજ્ઞાન, ચિંતાજ્ઞાન અને ભાવનાજ્ઞાન. પહેલું જ્ઞાન વાક્યર્થમાત્ર વિષયક હોય છે. બીજું જ્ઞાન મહાવાક્યાર્થાવલમ્બી હોય છે કે જેમાં અનેકાન્તવાદના આધારે સૂક્ષ્મ યુક્તિઓથી વિચારવામાં આવે છે. ત્રીજું જ્ઞાન તાત્પર્યસ્પર્શી હોવા સાથે ઉપાદેયમાં વિધિપૂર્વક પ્રયત્ન કરાવનારું હોય છે. સમસ્ત શેય વિષયોમાં સર્વજ્ઞ ભગવંતની આજ્ઞા જ એમાં મુખ્ય કારણરૂપે ભાસતી હોય
આ ત્રણેય જ્ઞાનોનું ફલ દર્શાવતા શાસ્ત્રકાર ભગવંત ષોડશક શાસ્ત્રમાં (૧૧૧૦/૧૧) ફરમાવે છે કે પહેલા શ્રુતજ્ઞાનથી જીવોને “આ મેં કહ્યું છે, એ જ પ્રમાણભૂત છે, અમારો મત જ સારો છે અને બીજાનો સારો નથી” આવો આગ્રહ એટલે કે ખોટો પક્ષપાત જન્મે છે. ચિત્તામયજ્ઞાનથી એવો આગ્રહ નિવૃત્ત થઈ જાયછે. નયાદિગર્ભિત સિદ્ધાન્તોનો સાર જાણવામાં આવવાથી પોતાના કે બીજાના મતમાં કહેલી યુક્તિયુક્ત વાતનો સ્વીકાર થાય છે. ભાવનાજ્ઞાનથી “ચારિ સંજીવની ચરક ન્યાય અનુસાર સર્વજીવો પ્રત્યે હિતકારી પ્રવૃત્તિ થાય છે. ધર્મબિન્દુ શાસ્ત્ર શું કહે છે? :
પ્ર૦- “ચારિ સંજીવની ચરક ન્યાય એટલે શું? ઉ0 - ધર્મબિંદુ શાસ્ત્ર કહે છે, - “ચારિ સંજીવની-ચરક-ન્યાય' એટલે કે જે
(૧૨૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org