________________
‘પંચાસ્તિકાય લોક’ એવો અર્થ કરીને એનું હિત કરનારા એટલે કે ‘એના યથાર્થ પ્રરૂપક’ એવો અર્થ કર્યો છે. પદાર્થનું યથાર્થ નિરૂપણ એ જ એનું સાચું હિત છે. એવો ત્યાં હેતુ બતાવવામાં આવ્યો છે. આ હિસાબે ‘ભગવાન અને ભગવાનનું શાસન એકેન્દ્રિયાદિ જીવોનું શું હિત કરે ?’ આવા પ્રશ્નનું સમાધાન થઈ જાય છે કે એની સાચી ઓળખ કરાવવી એ એનું હિત જ છે. જેમ કે, એની સાચી ઓળખ કરાવ્યાથી ભવ્ય જીવો મન-વચન-કાયાથી એ એકેન્દ્રિયાદિ જીવોની દયા-રક્ષાજયણા-અહિંસા પાળે છે.
તદ્દન સત્ય વાત છે કે અનંત અનંત કાળથી સંસાર પરિભ્રમણમાં દુ:ખોથી રીબાતા જીવો એવા ગોઝારા સંસારથી કેમ મુક્ત થાય અને પોતાના સહજ અનંત સુખોના ભોક્તા કેમ બને એ જૈનશાસનનો મુખ્ય ઉદેશ છે અને એ સિદ્ધ કરવા માટે ધર્મ જ એક સમર્થ સાધન છે. એટલે જેને કોઈને સંસારથી મુક્ત થવાની અર્થાત્ મોક્ષ પામવાની ઈચ્છા હોય એને જૈન ધર્મની આરાધના એ જ જીવનકર્તવ્ય છે, તથા સાથે સાથે જીવનમાં આધિ-વ્યાધિ-ઉપાધિઓની ઊભી થતી પીડાઓનાં નિવારણ માટે પણ જૈનધર્મનું જ આલંબન લેવા યોગ્ય છે,' એવું જૈન શાસ્ત્રો ઠામ ઠામ ઉપદેશે છે. ધર્મની શ્રદ્ધાવાળો જીવ મોક્ષનો અભિલાષી છે છતાં જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી ઊભી થતી એ પીડાઓના નિવારણ માટે અરિહંતદેવ અને એમના ધર્મનું આલંબન ન કરે તો શું મિથ્યાદેવ-દેવી કે અસત્ય અનીતિ અને પાપ પ્રપંચોનું આલંબન કરે ? ‘જીવ સંસારમાં બેઠો છે ત્યાં સુધી ઊભી થતી જરૂરિયાતો સિદ્ધ કરવા માટે પણ ધર્મનો જ આશ્રય કરે, નહિ કે પાપ પ્રપંચોનો' એવું જૈન શાસ્ત્રકારો ફરમાવે છે. દેશના-સમયે બધા પ્રકારના જીવોનું ધ્યાન રહે તે માટે ખાસ -
ષોડશક શાસ્ત્ર શું કહે છે ?
ષોડશક શાસ્ત્રમાં જીવોને કેવો ધર્મોપદેશ કરવો એ માટે સંસારી જીવોની ત્રણ પ્રકારની કક્ષા બતાવી, બાળ-મધ્યમ અને બુધ. વળી ત્યાં કહ્યું : જે કક્ષાનો જીવ હોય એને એ કક્ષા યોગ્ય જ દેશના અપાય, એના બદલે જો માત્ર ઉપરની કક્ષાવાળાને યોગ્ય ઉપદેશ જ નિમ્નકક્ષાવાળાને આપ્યા કરે તો એ દેશના અસ્થાન
Jain Education International
(૧૨૪)
For Private & Personal Use Only
www.jainelibrary.org