________________
શું કામ હતું? માટે કહો, (૧) કષ્ટો સહવાનું રાખ્યું એ ઘાતી-ક્ષય પૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્તિની ઈચ્છાથી અને (૨) ત્યાં રોકાઈ ગયા એ મદથી. ત્યારે અહીં સવાલ આ આવે છે કે તો પછી
પ્ર0-ઉપદેશ તરંગિણિકારે હઠથી ધર્મ કરવામાં દષ્ટાન બાહુબલજીનું મૂકીને એમ કેમ સૂચવ્યું કે બાહુબલીજીએ હઠથી ધર્મ કર્યો એનું એમને અમાપ ફળ મળ્યું?
ઉ0- અહીં એક શાસ્ત્રવચનને બીજા શાસ્ત્રવચન સાથે સંગત કેમ કરવું એ આવડત હોય તો આ પ્રશ્નનું સમાધાન સરળ છે. ઉપદેશતરંગિણી શાસ્ત્રનો અભિપ્રાય આ છે કે બાહુબળજીએ પહેલી હઠ પકડી કે ભાઈ ભરતને મારવા ઉપાડેલી મુકિ અલબતુ, હવે મારવી તો નથી જ, તેથી એને પાછી ખેંચી લેવી જોઈએ, પરંતુ ઉપાડેલી મુકિ નિષ્ફળ કેમ જવા દેવાય? એમજ પાછી ખેંચી લેવા જતાં બહાર નાનમ થાય કે “જોયું? મુષ્ટિ મારવા તો દોડ્યા હતા, પરંતુ કશી બીક લાગી તે એને પાછી ખેંચી લીધી!” એના કરતાં તો મુઠુિં ઉપાડી તે ઉપાડી, એનાથી લોચ જ કરી દેવો. એમ હઠપૂર્વક લોચ-ધર્મ અને ચારિત્ર-ધર્મ ગ્રહણ કર્યો, ને તે પરિણામે અમાપ ફળ- કેવલજ્ઞાન આપનાર બન્યો.
બીજી રીતે હઠથી ધર્મ આ, કે ચારિત્ર લીધા પછી હઠમાં રહ્યા કે કેવળજ્ઞાન પામ્યા વિના પ્રભુ પાસે ન જાઉં, જેથી કેવળજ્ઞાની નાના ભાઈ મુનિઓને વંદન ન કરવું પડે, અને એ હઠથી ત્યાં જ ચારિત્ર ધર્મ શરૂ કર્યો આમ હઠથી ધર્મ પ્રારંભ્યો. છતાં એ આગળ પર વર્ષના અંતે હઠ મદ અભિમાનાદિ હટી જઈને અમાપફળ માટે બન્યો.
આમ, હઠથી ધર્મ કરેલો પણ અમાપ ફળ આપનારો છે, એથી લજજાતો ભયતો....... વાળા શ્લોકનું પ્રતિપાદન યથાર્થ ઠરે છે.
પ્ર.- તો પછી ઉપદેશમાળાકારના “જો ધર્મ મદથી થતો હોય તો બાહુબલજીને એટલા કષ્ટ સહન કરવાનું ન થયું હોત,’ એ વચનથી તો બાહુબલજીએ ધર્મ મદથી, હઠથી નહિ પણ કષ્ટ વેઠવાની તૈયારીથી કર્યો એ અભિપ્રાયનું શું?
(૧૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org