________________
ઉ૦- ઉપદેશમાળાકારનો અભિપ્રાય આ છે, કે બાહુબલમુનિએ વર્ષભર કષ્ટ સહન કર્યે રાખ્યા તે કષ્ટમય આરાધનાની બુદ્ધિથી કર્યા, ત્યારે ઉપદેશત૨ગિણીકારનો અભિપ્રાય આ છે કે બાહુબલમુનિએ ચારિત્ર ધર્મનો પ્રારંભ કર્યો તે હઠથી મદથી કર્યો; પણ પછી કષ્ટ સહવાની ભાવના ધીમે ધીમે શુદ્ધ થતી ગઈ તે અમાપ લાભ માટે થઈ. આમ બંનેમાં કોઈ પરસ્પર વિરોધ નથી. અસ્તુ.
પૂજ્યપાદ ગુરુદેવશ્રીએ જૈનાગમ-પ્રકરણ તથા જૈન- જૈનેતર ન્યાય શાસ્ત્રોનો જે ગહન અભ્યાસ કરી શ્રી સંઘને એકાન્તવાદની ખતરનાક ઊંડી ગર્તામાં તણાતો બચાવી લઈને અનેકાન્તવાદના ઉન્નત શિખર પર આરોહણ કરતો કર્યો છે, તે અતિ આનંદની વાત છે.
મહાઋષિ આર્દ્રકુમારને પણ એકાન્તવાદીઓએ પોતપોતાના મતમાં તાણવા માટે ઘણી ઈન્દ્રજાળ આજમાવેલી પરંતુ અનેકાન્તવાદના અંજનથી દિવ્યદર્શન પામેલા આર્દ્રકુમાર તેમાં ફસાયા નહિ.ટૂંકમાં, ‘એકાન્તવાદ ખૂબ જ ભયંકર અને ભૂંડો છે’ આ મહાન સત્યની પિછાણમાં આર્દ્રકુમાર મહર્ષિના ચરિત્રનું વાંચન ઘણું જ ઉપયોગી બને તેમ છે.
એક બાજુ પાંચ ઈન્દ્રિયોના વિષયોનું આકર્ષણ, અને બીજી બાજુ ‘મેં કહ્યું એજ બરાબર' આવી પોતાની જૈન શાસ્ત્ર વિરુદ્ધ માન્યતાની પકડ, આ બે એવા સોહામણા મિનારા છે કે જેના પર મનને ચઢી જવાનું ઘણું પસંદ પડે છે. પણ એ મિનારે ચઢ્યા પછી મુક્તિનો કિનારો (કદાચ ઊંચેથી બહુ નજીક દેખાતો હોય તો પણ) ઘણો દૂર થઈ જાય છે. જ્યાં સુધી એ ગર્વના મિનારા ઉપરથી મન નીચે ઊતરીને મુક્તિના કિનારા તરફ પોતાની જીવનનાવ હંકારવા ન માંડે ત્યાં સુધી આ જન્મ-મરણની વિટમ્બણાઓનો અંત આવવો દુષ્કર છે. મનના મિનારેથી નીચે ઊતરીને આર્દ્રકુમાર મહર્ષિની જેમ મુક્તિના કિનારા તરફ આપણે સૌ જોરદાર પ્રગતિ કરીએ અને એ માટે પુસ્તકમાંથી પ્રાપ્ત થતી ભરપૂર અનુકૂળ પ્રેરણાત્મક સામગ્રીને સાર્થક કરીએ એ જ મંગળ કામના.
Jain Education International
(૧૨૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org