________________
જ્યારે એ શ્લોકને અંગે બીજા પણ શાસ્ત્રગ્રન્થની સાક્ષી આપી અને બતાવ્યું કે આ ઉપદેશ બાળ જીવોને યેન કેન રીતે પાપ છોડાવી ધર્મમાં જોડાવા દયાળુ આચાર્ય મહર્ષિઓ આપે છે, ત્યારે આ શાસ્ત્ર-મર્મની અજ્ઞાનતામાં સભાને એવું કહેવાયું કે "દુન્યવી મામલામાં બહુ બુદ્ધિમાન તમને લોકોને બાળ’ કહેનારા બેવકૂફો આજે પાટે ચડી બેસે છે” એમ પૂજયપાદ ગુરુદેવ શ્રી ઉપર બેવકૂફ વગેરે અપશબ્દોનો વરસાદ વરસાવાનું ચાલુ થયું. પરંતુ નક્કર શાસ્ત્રો-પાઠોના અનુસારે જ દેશના દેનારને એથી શું કલંક ચડવાનું હતું? અગ્નિ પરીક્ષામાં જેમ સાચું સોનું વધારે ચમકી ઊઠે એ રીતે વર્ધમાન તપોનિધિ પૂ. ગુરુદેવશ્રીની શાસ્ત્રનિષ્ઠા, સસૂત્રપ્રરૂપણા અને ક્ષમાનું તેજ ઓર ખીલી ઊર્યું અને કેટલાય ભ્રમમાં પડેલા પણ કંઈક સાચું સમજવાની વૃત્તિ ધરાવનારા યોગ્ય જીવો પોતે સેવેલા ભ્રમનો અને સમજ વગરના વિરોધનો પસ્તાવો કરવા લાગ્યા.
ખરેખર, આ પ્રસંગ પૂજયશ્રીની શાસ્ત્ર-નિષ્ઠા અને શાસ્ત્રના તથ્થભૂત મર્મોને નીડરપણે પ્રકાશન કરવાની પૂજયશ્રીની કિંમતનો યથાર્થ પરિચય આપી ગયો.
ખરું જોતાં એ શ્લોક અને એના વ્યાખ્યાન સામે સાચા વિદ્વાનોને કોઈ વિરોધ કરવાનું મન થાય તેવું છે જ નહીં, કિન્તુ જેઓ એવી ન્યપૂર્ણ મનોદશાથી પીડાતા હતા કે- “આપણે લાંબા કાળથી જે કહેતા આવ્યા છીએ તેનું આમાં ખંડન થઈ જાય છે.” તેઓએ પોતાના માનભંગની કનિષ્ઠ લાગણીથી પ્રેરાઈને, છતા શાસ્ત્રો પાઠોને “એનો તો ભાવ જુદો છે એમ કહી એ શાસ્ત્રોને ઓળવવાનું કામ શરૂ કર્યું. પછી એમણે “લજ્જાતો ભયતો..” વાળા શ્લોકના સંસ્કૃત ભાષાની મર્યાદા મુજબની અન્વયપદ્ધતિ અંગે પોતાના અવ્યુત્પન્નપણાને ખૂલ્લું કરવા માંડ્યું ત્યારે એમની સામે શ્રી ઉપદેશતરગિણીકારે એ જ શ્લોકોની આપેલી વ્યાખ્યા પ્રત્યે પણ તેમની સમન્વયબુદ્ધિ પર કાટ ચડ્યો. એટલે એ શ્લોકોની એ વ્યાખ્યા ઉપર પણ “અવલોકન'નો ગર્વ ધરાવનારાઓએ જાતજાતની શંકા- કુશંકા પ્રગટ કરવા માંડી. પૂર્વાચાર્યભગવંતોના વચનોમાંથી કઈ રીતે સંગત અર્થ કાઢવો એની અણઆવડત એમાં છતી થઈ ગઈ. એનો એક નમૂનો જોવો હોય તો આ છે
(૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org