________________
એની અજબ કહાણી આ પુસ્તકમાં માર્મિક સ્થળોની અનેક વિશિષ્ટતાઓ સાથે રજુ થઈ છે.
એ વિશિષ્ટતાઓના પ્રકાશક છે એકાન્તવાદતિમિરભાનુ પ. પૂ. ગુરુદેવ આ.શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. જેઓ વૈરાગ્યની પ્રચંડ પ્રતિભા અને શાસ્ત્રગ્રન્થોના નિર્મળ વિવેકથી શ્રી જૈન શાસનના અભૂતપૂર્વ પ્રભાવને પ્રસારી રહ્યા છે. શ્રી સંઘમાં સૌ કોઈ તેમને તત્ત્વશ્રદ્ધા-જ્ઞાન-ધ્યાન વૈરાગ્યતપ-સહિષ્ણુતા-ઉગ્રવિહારીપણુ-સદ્બોધ પ્રદાન વગેરે અનેક જીવતા જાગતા સંયમધર્મને અજવાળે એવા સદ્ગુણોના સુભગ મિલન સ્થાનરૂપે ઓળખે છે. તેમની વાણીમાંથી વૈરાગ્યનું એવું અમૃત વહે છે કે જે દરેક જુદી જુદી ભૂમિકામાં રહેલા જીવોના હૈયાને અપૂર્વ ટાઢકનો અનુભવ કરાવી જાય છે. હા, વિવિધ શાસ્ત્રોનાં વચનો પર શ્રદ્ધા ન હોય એને ન થાય એ બનવા જોગ છે.
નવસારીના ચાતુર્માસમાં "ભરતેશ્વર- બાહુબલી" ગ્રન્થ ઉપર અપાયેલા વ્યાખ્યાનોમાં આર્દ્રકુમાર મહર્ષિની કથાએ ધર્મનો કોઈ ગજબનો રંગ જમાવ્યો. પછી એ વ્યાખ્યાનો અનેકોનું માનસ શુદ્ધ કરનારા "દિવ્યદર્શન" નામના સાપ્તાહિકમાં છપાયા, એનાથી, જૈનાચાર્યોએ જીવનમાં જે પાપપ્રવૃત્તિઓ શક્ય એટલી ઓછી કરી ધર્મ- પ્રવૃત્તિને સારૂં સ્થાન આપવા પર પહેલો ભાર મૂક્યો છે, એને સારૂં સમર્થન મળ્યું અને ધર્મ પ્રવૃત્તિ નહિ કરનારાઓ ગામેગામ દિવ્યદર્શન વાંચી વાંચી ધર્મ પ્રવૃત્તિમાં લાગતા ગયા. અલબત "જીવનમાં ધર્મ મુખ્ય નહિ, પરંતુ આશય જ મુખ્ય" સમજનારને આ ન ગમે, ને તેથી વિરોધ કરે એ સહજ છે. બાકી અનેક શાસ્ત્રોથી સમર્થિત દેશનાના પરિણામે ઘણા ઘણા તે તે પ્રકારની ભૂમિકામાં આવેલા જીવોના હૃદયમાં આશ્વાસન મળ્યું અને શાસ્ત્રોથી વિરુદ્ધ જતા અનેક પ્રતિપાદનોથી ઊભા થયેલ અજૈન મતના વાદળ વિખરાવાથી, સાચો ધર્મ-માર્ગ સ્વચ્છ અને સ્પષ્ટ દેખાતો થયો.
શાસ્ત્રોને ઓળવવાથી મહાપાપ થાય એવી ચિંતા ન હોય તેઓનો પહેલો તો પ્રશ્ન જ એ હતો કે "લજ્જાતો ભયતો....." વાળો શ્લોક તમે ક્યાંથી ઉઠાવી લાવ્યા?
Jain Education International
(૧૧૮)
For Private & Personal Use Only
www.jainelibrary.org