________________
उपशम:- कषायानुदयः, तत्सारं-तत्प्रधानं विचारयति धर्मादिस्वरूपं यः स 'उपशमसारविचार:' भावश्रावको भवति । कथं पुनरेवंविधः स्यात् ? इत्याह-यतो विचारं कुर्वन् ‘बाध्यते' - अभिभूयते नैव राग-द्वेषाभ्याम् । तथा हि ‘मयाऽयं' पक्षः कक्षीकृतो बहुलोकसमक्षं, बहुभिश्च लोकैः प्रमाणीकृत: तत्कथमिदानीमप्रमाणीकरोमि' इत्यादिभावनया स्वपक्षानुरागेण न जीयते । तथा ममैष प्रत्यनीको मदीयपक्षदूषकत्वात् । तदेनं जनमध्ये धर्षयामीति सदसदूषणोद्धट्टनाक्रोशदानादिप्रवृत्तिहेतुना द्वेषेणाऽपि नाभिभूयते, किं तु ‘मध्यस्थः' - सर्वत्र तुल्यचित्तो ‘हितकामी' - हिताभिलाषी, स्वस्य परस्य चोपकारमिच्छन् ‘असद्ग्राहं' - अशोभनाभिनिवेशं सर्वथा 'त्यजति’ - मुञ्चति मध्यस्थगीतार्थगुरुवचनेन ।
અર્થ :- (ભાવશ્રાવકનું એક લક્ષણ)
ઉપશમ એટલે કષાયનો ઉદય ન હોવો તે. તેને મુખ્ય કરીને ધર્માદિનું સ્વરૂપ વિચારે તે “ઉપશમસાર વિચારવાળો” ભાવશ્રાવક હોય છે. કઈ રીતે એ આવો હોય ? તો કહે છે કે વિચાર કરતી વખતે રાગદ્વેષથી પીડાય નહિ. તે આ રીતે કે “મેં અમુક પક્ષ ઘણા લોકોની સમક્ષ માન્યો છે. ઘણા લોકોએ એને પ્રમાણભૂત ગણ્યો છે. હવે હું મારી જાતને અપ્રમાણભૂત શેનો ઠરાવું?” ઇત્યાદિ ભાવનાવાળા સ્વપક્ષના અનુરાગથી અભિભૂત ન થાય. તથા – “આ તો મારો દુશ્મન છે કારણ કે એ મારા પક્ષને દોષિત ઠરાવી રહ્યો છે, માટે એને લોકોની વચ્ચે હલકો પાડું એવા છતાં-અછતાં દૂષણો પ્રગટ કરીને આક્રોશ વરસાવવાની પ્રવૃત્તિ કરાવે એવા ષથી પણ (ભાવશ્રાવક) પીડાય નહીં. પણ સર્વત્ર સમાન ચિત્તવાળો હિતને ઇચ્છતો એટલે પોતાનું અને બીજાનું ભલું ઇચ્છતો તે મધ્યસ્થગીતાર્થ ગુરુના વચનથી ખોટા કદાગ્રહનો સર્વથા ત્યાગ કરે છે.
જ્ઞાનસાર (ટબો) - માધ્યશ્માષ્ટક શ્લો. ૨ मनोवत्सो युक्तिगवीं मध्यस्थस्यानुधावति । तामाकर्षति पुच्छेन तुच्छाग्रहमनःकपिः ॥२॥
અર્થ :- મધ્યસ્થ પુરુષનો મનરૂપ વાછરડો યુક્તિરૂપ ગાયની પાછળ દોડે છે. તુચ્છ આગ્રહવાળા પુરુષનો મનરૂપ વાંદરો તેને પૂંછડા વડે ખેંચે છે. જયાં
(૧૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org