SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ - કોઈપણ માર્ગાનુસારી અનુષ્ઠાન સકામનિર્જરાનું બીજ છે. કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિમાં પણ તે હોય છે. નહિ કે તપમાત્ર જ, તેથી કાંઈ અયુક્તતા નથી. એટલે જ પ્રગટ મોક્ષાભિલાષ હોવા છતાં પણ પ્રબળ અસગ્રહવાળા મિથ્યાષ્ટિઓને, પ્રબળ અસદ્ગહ વગરના આદિધાર્મિકોને હોય છે એવી સકામનિર્જરા પરિણામે હોતી નથી. કારણકે તેમનું માર્ગાનુસારી અનુષ્ઠાન હોતું નથી. મોક્ષાભિલાષ ન હોવા છતાં સ્વાભાવિક અનુકમ્પા વગેરે ગુણોવાળા મેઘકુમારના પૂર્વભવના જીવ હાથી વગેરેને પરિણામે સકામનિર્જરા અબાધિત હોય છે. આ ઊંડાણથી વિચારવું. યોગબિન્દુ શ્લો. ૧૪૦ नास्ति येषामयं तत्र तेऽपि धन्या: प्रकीर्तिताः । भवबीजपरित्यागात् तथा कल्याणभागिनः ॥१४०।। અર્થ:- જેઓને મુક્તિના વિશે દ્વેષ નથી તેઓને પણ ધન્ય કહ્યા છે અને ભવબીજનો પરિત્યાગ કર્યો હોવાથી કલ્યાણભાગી કહ્યા છે. આખ્યાનકમણિકોશ - વૃત્તિકાર આપ્રદેવસૂરિમહારાજ પૃ. ૩૧૩ માં નેમનાથ ભગવાન દેશનામાં કહે છે धम्मो अत्थो कामो मोक्खो चत्तारि हुंति पुरिसत्था । धम्माओ जेण सेसा ता धम्मो तेसि परमतरो ||७९।। અર્થ :- ધર્મ-અર્થ-કામ-મોક્ષ આ ચાર પુરુષાર્થ છે. ધર્મથી જ બાકીના બધા મળે છે માટે ધર્મ એ બધામાં શ્રેષ્ઠ છે. આ ઉપરાંત ઉપમિતિ -ઉત્તરાધ્યયનટીકા વગેરે અનેક શાસ્ત્રોમાં ધર્મ જ પ્રધાન પુરુષાર્થ હોવાનું જણાવાયું છે. ધર્મરત્નપ્રકરણ શ્લો. ૭૩ સ્વોપજ્ઞ ટીકા (ભાવશ્રાવકનાં લક્ષણો) उवसमसारवियारो वाहिज्जइ नेय रागदोसेहिं । मज्झत्यो हियकामी असग्गहं सबहा चयइ ।।७३।। (૧૧૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004956
Book TitleIshtafal Siddhi Prakaran
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy