________________
અર્થ : (સવાલ થાય છે કે-) પંચમી સંબદ્ધ આ તપશ્ચર્યા (સૌભાગ્યાદિ હેતુથી દર્શાવેલી તપસ્યા) નિદાનયુક્ત હોવાથી સંસારવર્ધક છે માટે કઈ રીતે ઉચિત ગણાય ? (૪૮૮)
एवं पहु अजुत्तं जं भणियं सुट्टदुट्टरुट्ठेहिं । जम्हा पवित्तिहेतुं निद्दि एवमाईयं || ४८९ ||
અર્થ :- ઉત્તર આ છે કે દુષ્ટ અને રુષ્ટ લોકોએ આવું (ઉપરના શ્લોકમાં કહ્યું તેવું) જે કહ્યું તે અત્યન્ત અયુક્ત છે. કારણ કે (ધર્મમાં) પ્રવૃત્તિ કરાવવા માટે આવા પણ તપો કહ્યા છે. (૪૮૯)
पढमं सनियाणाओ वयाओ जेणेत्थ होड़ लोयाणं । सव्वपवित्ति धम्मे पाएणं तेण न हु दोसो ||४९०||
અર્થ :- કારણ કે પ્રથમ તો સનિદાન વ્રતથી જ પ્રાયઃ લોકોની સર્વ પ્રવૃત્તિ ધર્મમાં થતી હોય છે. માટે કોઈ દોષ નથી. (૪૯૦)
सणियाणं पि हु सेयं तवचरणं भावसुद्धि-संजणयं । पारंपरेण भणियं सुद्धत्तमिमस्स वि सुर्यम ||४९१।।
-
અર્થ :- સનિદાન પણ તપશ્ચરણ પરંપરાએ ભાવશુદ્ધિજનક હોવાથી શ્રુતમાં તેનું શુદ્ધ પણું કહેવાયું છે. (૪૯૧)
सु (? मु) द्धत्तणेण लोओ सणियाणं ताव चेव पडिवज्जे । સત્યા(?ઢા)વર્ડ્સનેન્જિંગે વિદ્યુ તત્ત વિ પામે ૪૬૨
અર્થ :- મુગ્ધપણાને કારણે લોકો (શરૂમાં) સનિદાનને પણ અપનાવે. પાછળથી શ્રદ્ધાદિ વૃદ્ધિ થવાથી કોઈ તત્ત્વ પણ અપનાવે. (૪૯૨)
अन्नेसु वि कज्जेसुं पाएणं सु (मु) द्धओ इहं लोओ । अगहणम्म विचित्ते किं पुण धम्मस्स कज्जमि ||४९३ ||
અર્થ :- અન્ય કાર્યોમાં પણ પ્રાયઃ લોકો મુગ્ધ હોય છે. તો પછી અતિગહન અને વિચિત્ર એવા ધર્મકાર્ય વિશે તો પૂછવું જ શું (૪૯૩)
(૧૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org