________________
અચરમાવર્તકાળમાં અનંતવાર કરેલી ચારિત્ર ક્રિયાઓ ભલે નિષ્ફળ જતી હોય, પરંતુ ચરમાવર્તુમાં આવેલા ભવ્ય જીવો માટે ખાસ કરીને આ કલિયુગમાં સૌથી વધુ ઉપકારી હોય તો તે વીતરાગ-કેવલિભાષિત ધર્મક્રિયાઓ છે. કારણ કે એની આરાધનામાં જોડાવાથી જ મોટા ભાગે જીવો સપુરુષોના સમાગમમાં આવીને શુદ્ધધર્મની આરાધનાના માર્ગે પ્રગતિ કરતા થાય છે. શ્રી હેમચન્દ્રસૂરિમહારાજે પણ ત્રિષષ્ઠી, ગ્રન્થમાં કહ્યું છે કે ભારેકર્મી જીવો પણ ધર્મસાધનાના માર્ગે આવીને મોક્ષ તરફ પ્રયાણ કરનારા થાય છે. શાસ્ત્રગ્રન્થોમાં જેને ધ્યાન કહેવામાં આવ્યું છે તેના માટે પ્રાચીન ઘણા મહર્ષિઓ પણ કહી ગયા છે કે એ અતિદુષ્કર છે, અને આજે તો તેના મનોરથમાત્ર કરાય છે. એટલે જે કાળમાં સામાન્ય કક્ષાના લોકો એક બાજુ ભૌતિક સગવડો તેમજ ભૌતિક ભોગ-વિલાસોની પાછળ ગાંડાતૂર બન્યા હોય, એ કાળમાં થોડી ઘણી પણ ધર્મમાં શ્રદ્ધા કે રુચિ જેમની ટકી રહી હોય તેવાઓને કાયા વગેરેની સુખશીલતા પોષાય એવા ધ્યાનયોગ વગેરેનો ઉપદેશ કરવાને બદલે, જેમાં તન-મન-ધન બધાનો ભોગ દેવો પડે એવા વિવિધ ધર્માનુષ્ઠાનોમાં જોડાવા માટેનો ઉપદેશ દેવાય તે વધુ ઉચિત લાગે છે. ધર્માનુષ્ઠાનોમાં જોડાયા પછી પણ મોટાભાગના લોકો ‘ભાવોલ્લાસ જાગતો નથી, મન ઠેકાણે રહેતું નથી' – એવી ફરિયાદ કરતા હોય છે. પૂજયપાદ ગુરુદેવશ્રીએ આ ફરિયાદની નાબૂદી માટે પહેલેથી પોતાના વ્યાખ્યાનોનો ઝોક ત્યાગ-વૈરાગ્યાદિ સાથે શુભક્રિયાઓમાં જગાડવા લાયક ઉત્તમ ભાવો ઉપર વધારે રાખ્યો છે.
- તત્ત્વનું સાચું અવલોકન કરવા માટે, તથા પહેલાથી ૧૪મા ગુણસ્થાનકોમાં વ્યાપક ધર્મના સ્વરૂપનું સાચું દર્શન પ્રાપ્ત કરવા માટે અને ઉપદેશમાંથી એકાન્તવાદને ટાળવા માટે સતત નજર સમક્ષ રાખવા જેવા અનેક આપ્ત વચનોમાંથી થોડા નીચે અનુવાદ સહિત આપ્યા છે.
શ્રી મહેશ્વરસૂરિવિરચિત પ્રાચીનતમ “નાણપંચમી કહાઓ' ગ્રન્થ પૃષ્ઠ ૭૫-૭૬ શ્લો. ૪૮૮ થી ૪૯૪
अह सनियाणं एयं तवचरणं पंचमीए संबद्धं । संसारपवड्ढणयं काऊणं जुज्जए कहं णु ? ॥४८८।।
(૧૧૦)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org