________________
પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે પણ પચ્ચક્ખાણ અષ્ટકના છેલ્લા શ્લોકમાં અવિધિ-આશંસા આદિ દોષોવાળું પણ પચ્ચ. ‘આ મારા ભગવાનનું કહેલું છે’ એવા સાદા ભાવથી, કંઈક આદરથી કરાતું હોવાથી ભવભ્રમણવર્ધક નહીં પણ શુભફલદાયક કહ્યું છે. જો આશંસાપૂર્વકનું અનુષ્ઠાન એકાંતે વિષ-ગરલમય જ બનતું હોત તો પૂજય ઉપા. યશોવિજયજી મહારાજે મુક્તિ અદ્વેષ બત્રીશીમાં બાધ્યકક્ષાની ફલાશંસાપૂર્વકનું અનુષ્ઠાન પણ તદ્વેતુ અનુષ્ઠાનમય હોવાનું જે સમર્થન કર્યું છે, તે ન કર્યું હોત. તથા બાધ્ય કક્ષાની લાશંસા એટલે કે ધર્મસાધનામાં રાખેલી પૌદ્ગલિક ફલની એવી આશંસા કે જે પાછળથી ગુરુની સમજાવટ મળતાં બાધિત થઈ જાય ટળી જાય એવી હોય. માત્ર ‘મુક્તિની જ ઈચ્છા-આશંસાથી જે અનુષ્ઠાન કરાય તે જ તદ્વેતુ અનુષ્ઠાન' આવો જો એકાન્તવાદ હોત તો પૂજ્ય હરિભદ્રસૂરિજી મ. આદિ અનેક શાસ્ત્રકારોએ યોગબિંદુ આદિગ્રન્થમાં મુક્તિ-અદ્વેષરૂપ શુભભાવલેશના યોગથી પણ તદ્વેતુઅનુષ્ઠાન હોવાનું કહ્યું છે તે ન કહ્યું હોત, સ્પષ્ટ વાત છે કે તદ્વેતુઅનુષ્ઠાનનું જે સ્વરૂપ શાસ્ત્રકાર ભગવંતોએ સ્વ-સ્વ ગ્રન્થોમાં બતાવ્યું છે, તેના ઉપર જો કદાગ્રહ છોડીને પૂરતું મનન થાય તો કોઈપણ ઉપદેશક બાધ્યકક્ષાની ફલાકાંક્ષાવાળા ચરમાવર્ત્તવર્તી જીવના સામાયિકાદિ અનુષ્ઠાનોને વિષ-ગરલમાં ખતવવાની ગંભીર ભૂલ કરી બેસે નહિ. ઉપદેશકોનું ખરું કર્તવ્ય પણ એ જ છે કે બાધ્ય ફલાકાંક્ષાવાળા અનુષ્ઠાનો કરી રહેલા ભવ્ય જીવોને “તમે દુર્ગતિમાં રીબાઈ રીબાઈને મરવાના” વગેરે કહીને ભડકાવી મારવાને બદલે તેમનું એ તદ્વેતુ અનુષ્ઠાન ફલાકાંક્ષાના ત્યાગપૂર્વક અમૃત અનુષ્ઠાનમાં કેમ પરિણમે એ બાબત ઉપર ઉપદેશ દરમ્યાન પૂરતું લક્ષ અપાય. શ્રી જૈનશાસનમાં માત્ર વિષ કે ગર અનુષ્ઠાનની જ ઓળખ આપી નથી કિંતુ તદ્વેતુ અને અમૃતાષ્ઠાનનું પણ સુંદર નિરૂપણ છે, અને તેનું પણ વ્યાખ્યાન-લેખનાદિ દ્વારા જો સર્વત્ર પ્રતિપાદન થતું રહે તો ઘણા શુષ્ક વિવાદોનો અન્ત આવી જાય.
આજે ઘણા લોકોએ જાણ્યા-સમજ્યા વિના યોગના નામે અનેક મન માન્યા વ્યવહારો ઊભા કર્યા છે. એની મોહક પણ ભ્રામક જાળમાં અનેક જિજ્ઞાસુઓ સામાયિકાદિ પવિત્ર ધર્મક્રિયાઓ પ્રત્યે નફરત-અરુચિ ધરાવતા બનીને દુર્લભબોધિ બની જાય છે, એ કોઈપણ રીતે ઈચ્છનીય નથી.
(૧૦૯)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org