________________
કહેવાય?' આવા આવા કુતર્કોનો ઉપયોગ કરવામાં શાસ્ત્રો અને શાસ્ત્રકારોની અવગણના થાય માટે એવા કુતર્કોનો ઉપયોગ નહિ કરવો જોઈએ.
પૂજ્યપાદગુરુદેવશ્રીની નિશ્રામાં રહેવાથી આવી સુંદર જાણવા મળેલી શાસ્ત્રલક્ષી વાતો ખરેખર પૂજ્ય ગુરુવર્યશ્રીની સર્વનયોની સંમત વસ્તુ પ્રતિપાદન કરવાની કુશળતા તરફ લક્ષ દોરી જાય છે.
આ યોગદષ્ટિ સમુચ્ચય ગ્રન્થના પ્રારમ્ભાશ વ્યાખ્યાનોમાં તથા તે પછી પ્રગટ થનારા બીજા ભાગોમાં જિજ્ઞાસુ મુમુક્ષુઓને સ્વધ્યાયની સુંદર સામગ્રી મળશે, તેમજ મોક્ષમાર્ગે પ્રગતિ કરવા માટે નયગર્ભિત ઉત્તમોત્તમ પ્રેરણાઓ પ્રાપ્ત થશે, તેમાં કોઈ શંકા નથી.
પ્રાન્ત એકવાત પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજના શબ્દોમાં કહીએ તો (જુઓ નયરહસ્ય પૃષ્ઠ ૨૩૪) “દુબુદ્ધિઓની વાસના શાસ્ત્રમાંથી દૂષણો શોધી કાઢવામાં તત્પર બને છે, જ્યારે સબુદ્ધિવાળા વાચક ઐદત્પર્યના જાણકાર હોઈ (ગ્રન્થ વાંચનથી) આનંદિત થાય છે. તેવા જે કોઈ હોય તેઓને અમારા નમસ્કાર.”
શાસ્ત્રકારોનો એવો આમ્નાય છે કે ઉપદેશ કર્યા પછી તેમાં કદાચ કાંઈક અનાભોગથી કે ગેરસમજથી પણ જિનાજ્ઞા-વિપરીત કથન થઈ ગયું હોય તો છેલ્લે જરૂર મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવો. સ્વ. પૂજયપાદ પરમ ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ પણ આ હકીકત ઉપર અવારનવાર ખૂબ ભાર આપતા કહેતા હતા કે પ્રરૂપણાશુદ્ધિ માટે એ પરમ આવશ્યક છે. હવે જો બોલું કે લખું છું અને એમાં કાંઈક વૈપરીત્ય હોય તે માટે બીજા મિચ્છામિ દુક્કડમ્ દે તો એનાથી મને કોઈ લાભ નથી.*- એ માટે તો મારે જ મિચ્છામિ દુક્કડમ્ માગવો જોઈએ. એટલે,
આ પ્રસ્તાવનાદિના આલેખનમાં જિનાજ્ઞા વિપરીત મારાથી કાંઈ પણ લખાયું હોય- વિચારાયું હોય, તો તે બદલ મિચ્છામિ દુક્કડ દેવા સાથે સજ્જનોને પ્રાર્થના કે એમાં જે કાંઈ વપરીત્ય હોય તે સૂક્ષ્મબુદ્ધિથી તપાસીને તેનું પરિમાર્જન કરે. * વ્યાખ્યાનના અંતે સ્વયં મિચ્છામિ દુક્કમ દેવાને બદલે પોતાનું વ્યાખ્યાન છપાવનાર એ માટે મિ.દુ.દે એવી ગલત પરમ્પરા ક્યાંક છેલ્લા ૫૦-૬૦ વર્ષથી શરૂ થવાનું જાણવા મળેલ છે.
(૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org