________________
ઉપચારથી માર્ગ કહીને એનું સમર્થન કર્યું, પણ વિષાદિ-અનુષ્ઠાન કહીને ત્યાજ્ય હોવાનું ન કહ્યું, એ કેટલું બધું માર્ગદર્શક છે ! કોઈની પણ મતિ શુદ્ધ કરવા પૂરતું છે.)
સર્વાંગસુંદર આદિ તપ એ નિયાણું નથી :
વળી આગળ આ બધા સર્વાંગસુંદર તપો સનિદાન હોવાની કોઈએ શંકા કરી તો એના નિવારણ માટે અને આ તપોની પ્રવૃતિ પણ નિર્નિદાન છે એ દેખાડવા માટે શ્લો. ૪૧ ની ટીકામાં કહ્યું કે ‘આ બધી તપઃ ક્રિયા ધર્મબહુમાનગર્ભિત હોવાથી નિર્નિદાન છે, બોધિબીજરહિત જીવોને બોધિબીજ-સંપાદક છે, યાવત્ ભવવિરાગાદિનું નિમિત્ત છે.’
સમગ્ર આ સંદર્ભ શાંતચિત્તે પૂર્વગ્રહ મુક્તપણે વાંચી જનારને ખાતરી થશે કે સામાન્યતઃ મોક્ષના અ-દ્વેષી સર્વલોકથી, વિશેષતઃ મુગ્ધલોકોથી જીવનમાં ધર્મ જ એક શરણ્ય માની સાંસારિક પ્રયોજનવશ કરાતો ધર્મ અહિત કરનાર નથી. કારણકે ચ૨માવર્તમાં આવી ગયા હોય તેઓને ચારિત્ર, યાવત્ મોક્ષ સુધીના લાભોનું કારણ છે.
જો સાંસારિક પ્રયોજનના આશયથી તપાદિ ધર્મ કરવાનું વિધાન માત્ર મુગ્ધ જીવોને જ ઉદ્દેશીને હોત તો શું શ્રી પુષ્પમાલાના રચયિતાને તથા શ્રી શ્રાદ્ધવિધિકારને એ ખબર ન હતી ? કે જેથી એમણે સર્વ શ્રાવકોને ઉદ્દેશીને ધંધો કરવા જતી વેળા સમુચિત ઈષ્ટ લાભના પ્રયોજક શ્રી પંચપરમેષ્ઠી સ્મરણાદિ કરવાનું વિધાન કર્યું ? શું એમને ખબર ન હતી કે સાંસારિક કાર્યોની લાલસા મારનારી છે ? શું એમને ખબર ન હતી કે જ્ઞાનીઓએ વિષાનુષ્ઠાન – ગરાનુષ્ઠાન અને અનનુષ્ઠાનને ‘અસદ્ અનુષ્ઠાનો' તરીકે જણાવીને તેનો નિષેધ કર્યો છે ? શું એમને ખબર ન હતી કે અર્થકામ પરમાર્થથી અનર્થભૂત છે, એમ જ્ઞાનીઓએ કહ્યું છે ? આ બધી ખબર હોવા છતાં તેઓએ શ્રાવકોને ઉદ્દેશીને ધંધામાં લાભ મેળવવા જતાં વગેરેમાં શ્રી પંચપરમેષ્ઠી ભગવતનું સ્મરણ કરવા કેમ જણાવ્યું ?
જ્ઞાનીઓએ કરેલા જુદા જુદા નયને અનુસરતાં વિધાનો પ્રત્યે જ્ઞાનીઓએ આપેલાં દ્રષ્ટાંતોને ઉદ્દેશીને ‘કોઈ ઝેર ખાઈને બચી જાય એટલે ઝેર ખાવાનું
(૧૦૩)
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org