________________
સદ્ગુદ્ધિ છે તેઓ મુગ્ધતર થયા. એનો વિશિષ્ટ ખુલાસો તત્ત્વાર્થસૂત્રની પંક્તિમાં કર્યો એમાં વિશિષ્ટમતિવાળા ઉત્તમ પુરુષની વાત કરી, એટલે વિશિષ્ટમતિવાળા ઉત્તમ પુરુષો એ મુગ્ધતર થયા અને મધ્યમ-વિમધ્યમ વર્ગ બધો જ મુગ્ધકક્ષામાં આવી ગયો. આ વાતમાં હવે શંકા રહેતી નથી. એટલે જે લોકો ઉભયલોકહિતાર્થી અથવા માત્ર પરલોક હિતાર્થી છે તેઓ બધાના ખાસ હિત માટે શાસ્ત્રકારોએ રોહિણી આદિ તપનું વિધાન કર્યું. કોઈપણ વિચક્ષણ ભવ્યજીવ સમજી શકે તેમ છે કે લગભગ દરેક કાળમાં (ખાસ કરીને આજના કાળમાં) ઉપર કહ્યા એવા ઉત્તમ લોકો તો ઘણા ઓછા હોય કે જેઓ માત્ર મોક્ષ માટેજ પ્રયત્ન કરે, (મોટા ભાગેતો આવા સાધુમહાત્માઓ જ હોય.)તો પછી ઉપદેશકો સર્વ સામાન્ય સભામાં ફઈ રીતે કહી શકે કે ધર્મ મોક્ષ માટે જ થાય અને મોક્ષ સિવાય બીજા કોઈપણ આશયથી લેશમાત્ર થાય જ નહીં ?’
શ્રી પંચાશક શાસ્ત્રની શ્લો. ૨૭ની ટીકામાં પણ એક ખૂબ જ સુંદર સ્પષ્ટતા કરી દીધી છે કે નિરુપસર્ગતા (સંસારમાં કોઈ ઉપદ્રવ ન આવે) ઈત્યાદિ આશયથી સાધાર્મિક દેવતા (રોહિણી-અમ્બા વગેરે)ને ઉદ્દેશીને જે કુશલાનુષ્ઠાન તરીકે તપરૂપ પ્રવૃત્તિ થાય છે તેના વડે કષાયદમન આદિની પ્રધાનતાથી મોક્ષમાર્ગને અનુકૂળ અધ્યવસાય (કે જે પૂર્વે ન પણ હોય)પ્રાપ્ત થઈ અનેક મહાનુભાવો કેવલિભાષિત ચારિત્ર ધર્મનો લાભ પામી ગયા. જે શાસ્ત્રકાર ભગવંતો રોહિણી-અંબા આદિના ઉદ્દેશથી કરાયેલા કષાયત્યાગ-બ્રહ્મચર્યજિનપૂજા આદિની પ્રધાનતાવાળા તપથી અનેક મહાનુભાવોને ચારિત્ર-લાભ થવાનું જણાવતા હોય એ કોઈ દિવસ એવું વિધાન કરે ખરા કે ‘સાંસારિક લાભના આશયથી ધર્મ કરે તો સંસાર વૃદ્ધિ થાય ?’
શ્લો. ૨૮ થી સર્વાંગસુંદર આદિ તદ્ન સાંસારિક લાભના પ્રયોજક તપ વગેરે દેખાડયા. ત્યાં પણ કોઈએ શંકા કરી કે ‘આ બધા તપ તો ‘સાભિષ્યંગ’ (સાંસારિક વસ્તુની આસક્તિવાળા) થતા હોવાથી મુક્તિમાર્ગ ન કહેવાય.' તો આ શંકાનો ઉત્તર શ્લો. ૨૯ માં સ્પષ્ટ જણાવી દીધો કે માર્ગ પ્રાપ્તિના હેતુભૂત હોવાથી ઉપચારથી એ પણ માર્ગ જ છે. (આ રીતે મુક્તિમાર્ગ પ્રાપકતાના હેતુથી
Jain Education International
(૧૦૨)
For Private & Personal Use Only
www.jainelibrary.org