________________
શતપોનું વિધાન કર્યું અને કહ્યું કે આ રીતે લોકરૂઢ દેવના ઉદ્દેશથી કરાય તે પણ તપ જ છે. એના ઉપર શંકા થઈ આવી કે શું આ બધું પણ તપ? (અહીં બાર પ્રકારના તપનું વર્ણન ચાલે છે.) એટલે એના જવાબમાં શ્લોક ૨૬માં તપ કોને કહેવાય એની ચોખ્ખી દિવા જેવી વ્યાખ્યા આપી કે જે તપમાં (૧) કષાયનું દમન (૨)બ્રહ્મચર્ય પાલન (૩) જિન પૂજા અને (૪) ભોજન ત્યાગ (અનશન) આ ચાર અંગ વિદ્યામાન હોય તે બધું જ તપ કહેવાય, અને અહીં “વિશેસો મુદ્દતો વિશેષ કરીને મુગ્ધ લોકો માટે તો ખાસ, એમ કહ્યું પણ માત્ર મુગ્ધ લોકો માટે જ" એમ કહ્યું નહીં.- એનાથી એ સ્પષ્ટ ફલિત થાય છે કે આશય દુન્યવીકાર્યનો હોય (અલબત્ અતિશય ભૂંડો લોકનિંદ્ય તો ન જ હોય, પણ જેમાં ઉપરોક્ત ચાર અંગ વિદ્યમાન હોય તો રોહિણી આદિ પણ સામાન્યતઃ દરેક વ્યક્તિ માટે તપ જ છે – વિશેષે કરીને મુગ્ધ લોકો માટે, કેમ આમ? તો કે મુગ્ધ લોકો (અવ્યુત્પન્ન બુદ્ધિવાળા લોકો) પહેલાં એ રીતે પ્રવર્તે, બાદમાં અભ્યાસથી (નહીં કે એક જ ઝાટકે કોઈ કહી દે કે મોક્ષ સિવાયના બીજા કોઈ પણ કાર્ય માટે ધર્મ ન જ થાય એટલે તરત જ. કિન્તુ વારંવાર અભ્યાસ કરવાથી) કર્મક્ષયના ઉદ્દેશથી પણ પ્રવર્તે છે, પણ પહેલેથી જ કર્મક્ષય માટે જ તેને પ્રવર્તાવવાનું શક્ય નથી. જો સૌ કોઈને કાયમ કર્મક્ષયના ઉદ્દેશથી જ ધર્મ કરવાનો ઉપદેશ કરવાનો હોય તો પંચાશક-શ્રાદ્ધવિધિ-ધર્મસંગ્રહ વગેરે શાસ્ત્રોમાં વિધાન ક્યારે ઉપદેશવાનાં?
હવે મુગ્ધ કોને કહેવાય એ પણ એક પ્રશ્ન છે – શ્લો. ૨૩ની ટીકામાં એનો અર્થ અવ્યુત્પન્નબુદ્ધિએવો કર્યો છે. શ્લો. ર૬ની ટીકામાં મુગ્ધ શબ્દનો અર્થ કર્યો નથી પણ મુગ્ધતર લોકો કેવા હોય તેનું વર્ણન કરતાં કહે છે કે વૃદ્ધયસ્તુ.. અર્થાત્ બુદ્ધિવાળા તો “મોક્ષ માટે જ આ તપ વિહિત છે' એમ સમજીને તપસ્યા કરે છે. (ઉપદેશક કહે તે જુદી વસ્તુ છે અને વ્યક્તિ પોતે આમ સમજે એ જુદી વસ્તુ છે.)તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે વિશિષ્ટમતિવાળો ઉત્તમ પુરુષ મોક્ષ માટે જ પુરુષાર્થ કરે છે.' આ રીતે એ સ્પષ્ટ થાય છે કે જેઓને “આ મોક્ષ માટે જ વિહિત છે.” એવી
(૧૦૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org