________________
જ્યારે બંને બાજુની વાત જ સાવ જુદી છે ત્યારે આપણને ન ગમતી શાસ્ત્રીય વાતોનું ખંડન કરવા માટે આવા કુતર્કોનો આશરો લેવો એ ડાહ્યા માણસો માટે શોભાસ્પદ ન કહેવાય. તર્ક જ કરવા હોય તો એવા પણ થઈ શકે કે મરવાના આશયથી જ અમૃત પીધું હોય તોય માણસ બચી જાય અને અમર થઈ જાય ખરો કે નહીં? ભલેને ઘાસની ઈચ્છાથી અનાજ વાવ્યું હોય, તો પણ અનાજ ઉગે ખરું કે નહિ? ભલેને પોતાની સાજા રહેવાની ઈચ્છા ન હોય પણ બીજા કોઈ આશયથી આરોગ્યના નિયમો પાળે તો માણસ સારો થઈ જાય કે નહીં? બેભાનપણામાં પોતાને કોઈ સુધ-બુધ નથી, પણ બીજાઓ યોગ્ય ઉપચાર કરે તો તે હોશમાં આવી જાય ખરો કે નહીં? જયારે તર્ક ન કરવા હોય ત્યારે આવા સીધા તર્કો કરવાને બદલે કુતર્કોનો આશરો શા માટે લેવો? કોઈ પણ શાસ્ત્રકાર ભગવતે દુન્યવી કાર્યસિદ્ધિ કે આપત્તિ-નિવારણના આશયથી થતા ધર્મને વખોડવા એવા ઉટપટાંગ તર્કો દેખાડ્યા નથી, ને એવા કુતર્કોથી ધર્મને વખોડ્યો નથી, ઊલટું એવા દાખલાઓ ટાંકીને ધર્મથી એવા પણ જીવોને મુક્તિ સુધીના લાભો કેવા કેવા પ્રાપ્ત થયા એનું જ વર્ણન પરાપૂર્વથી શાસ્ત્રકાર ભગવંતો કરતા આવ્યા છે. જો સાંસારિક કાર્ય પ્રસંગમાં પણ ધર્મનું જ શરણું લેવાના આશયથી ધર્મ કરનારાઓને નુકશાન જ નુકશાન હોત તો શું “શ્રાદ્ધવિધિ શાસ્ત્રકાર વિષાદિ અનુષ્ઠાન વગેરે જાણતા નહોતા કે જેથી તેઓએ શ્રાવકોને ઉદ્દેશીને ધંધામાં ઉચિત લાભ મેળવવા માટે શ્રી પંચપરમેષ્ઠી ભગવંતનું તથા ભગવંત શ્રી ગૌતમ સ્વામી વગેરેનું ખાસ સ્મરણ કરવાનું વિધાન કર્યું?
જેઓ એમ માને છે કે રોહિણી વગેરે તપ કરવાનું શાસ્ત્રોકારોનું વિધાન માત્ર મુગ્ધબુદ્ધિવાળા જીવો માટે જ છે – તેઓએ શ્રી પંચાશક * શાસ્ત્રનો તે સંપૂર્ણ સંદર્ભ બરાબર ધ્યાનપૂર્વક ફરી એક વાર વાંચી જવાની જરૂર છે. જુઓ, જૈન તપના ૪ લક્ષણો :
છેલ્લા પંચાશકમાં બાર પ્રકારના તપના વર્ણનમાં પહેલા કલ્યાણક તપ વગેરેનું વિધાન કર્યા બાદ શ્લોક ૨૩માથી મુગ્ધ લોકોને હિતકારી રોહિણી આદિ પંચાશક શાસ્ત્રના સંદર્ભ માટે આ લેખ પૂરો થાય પછી જુઓ.
(100)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org