________________
પ્રતિપાદનને ગૌણ કે મુખ્ય બનાવવું તે પોતાના શ્રુતાનુસારી ક્ષયોપશમાદિથી બરાબર તપાસીને તે તે નયનું પ્રતિપાદન કરે તો કોઈ દોષ નથી તેમજ એમાં બીજા નયના પ્રતિપાદનની અવગણના પણ નથી..
કુતર્કો ભાવશત્રુ :
મહાશ્રાવિકા સુલસા વગેરેનાં જ્યારે દૃષ્ટાન્તો અપાય છે ત્યારે ઘણા એમ કહે છે કે “ઝેર ખાઈને પણ કોઈ બચી ગયું હોય તો તેનો દાખલો લેવાતો હશે ? અગાસીમાંથી ભોંય ઉપર પડતું મેલીને પણ કોઈ બચી ગયું હોય તો જીવવા માટે આપઘાત કરો એમ કહી શકાય ? કોઈએ મરવા માટે તળાવમાં ઝુકાવ્યું છતાં ડૂબી જવાને બદલે બચી ગયો એટલે શું બચવું હોય તો તળાવમાં ભૂસકો મા૨વાનું વિધાન થાય ?
આવા બધા કુતર્કો કોઈ ગમે તેટલા કરે આનાથી ક્યારેય સત્ય છુપાતું નથી. ઝેર ખાઈને પણ જ્યારે કોઈ બચી જાય છે ત્યારે કોઈ અલ્પજ્ઞ પણ એમ નથી કહેતો કે તે ઝેરના પ્રભાવે બચ્યો. બધા જાણે છે કે ઝેર તો મારે જ, પણ આ તો એનું નસીબ પાંસરુ, અથવા દેવગુરુની કૃપા, અથવા તાત્કાલિક સદ્ભાગ્યે કોઈ ડોક્ટર મળી ગયા અને ઝેર ઓકી નખાવ્યું અથવા ઝેર જ નકલી હશે એટલે બચી ગયો; નહીં કે ઝેરના પ્રભાવે બચ્યો. જ્યારે અહીં તો સુલસા વગેરેને સાંસારિક વસ્તુ કે ઈષ્ટ કાર્યના આશયથી કરેલા ધર્મથી પણ જે મોક્ષમાર્ગે પ્રગતિ થઈ તે તો એ કરેલા ધર્મના પ્રભાવે થઈ છે તેનો કોઈ ઈન્કાર કરી શકે એમ છે? અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ એમના દાખલા ધર્મનો પ્રભાવ ગાવા માટે ટાંકી બતાડ્યા છે.
અગાશી પરથી પડતું મેલીને પણ કોઈ બચી જાય તો ત્યાં કોઈ અલ્પજ્ઞ પણ એમ નથી કહેતો કે એ ઉપરથી પડ્યો માટે બચ્યો. બચ્યો તો એના નસીબથી, ધર્મના પ્રભાવે, કોઈ નીચે માલ ભરેલા ખટારા જેવું વાહન આવી ગયું એટલે, નહીં કે પડ્યો માટે બચી ગયો. એ તો પડ્યો માટે બચી ગયો ત્યારે જ કહેવાય કે મકાનમાં ભયંકર આગ લાગી હોય અને એમાંથી બે ત્રણ માળ ઉપરથી કૂદી પડ્યો હોય. ત્યારે સાંસારિક કાર્યસિદ્ધિના આશયથી ધર્મ કરીને પણ જેઓ તરી ગયા ત્યાં કોઈને પણ પૂછો કે કેમ તર્યા તો એમ જ કહેશે કે ધર્મના પ્રભાવે.
Jain Education International
(૯૯)
For Private & Personal Use Only
www.jainelibrary.org