________________
અહીં એક એવી શંકા થાય કે જ્યારે એક નયથી પ્રતિપાદન કરનાર ઉપદેશક બીજા નયની માન્યતાનું ખંડન પણ કરતા હોય તો એમનું પ્રતિપાદન નયાત્મક કેમ કહેવાય, દુર્નયરૂપ કેમ ન કહેવાય ?
આ શંકાનો જવાબ પૂ.ઉપા૦ મહારાજે સુંદર આપ્યો છે તે જ જોઈએ - ‘ઉપદેશ રહસ્ય’શ્લોક ૫૩ ની ટીકામાં અંતે કહ્યું છે કે “પોતાના નયના વિષયનું પ્રાધાન્ય દર્શાવવા માટે બીજા નયના માન્ય અર્થનું નિરસન પણ સંગત છે; પરંતુ જો પોતે જે નયનું નિરૂપણ કરી રહ્યા છે તે નયનું પ્રાધાન્ય દર્શાવવાનો અભિપ્રાય નહીં રાખતા ખંડન કરવાનો જ ઉદેશ રાખે તો તે દુર્નય બની જાય.’’
તથા નયરહસ્યમાં પણ આ જ વાત બતાવી છે કે (જુઓ નૂતનમુદ્રિત પુસ્તકનું પૃષ્ઠ ૩૬) “વસ્તુના બીજા અંશનો પ્રતિક્ષેપ કરવાથી પ્રતિપાદન દુર્નય થઈ જતું નથી, એ બીજા અંશોનો પ્રતિક્ષેપ સ્વનયની પ્રધાનતા દર્શાવવામાં ઉપયોગી છે.” #
આનાથી એ ફલિત થાય છે કે એક ઉપદેશક બીજા ઉપદેશકના નયનું પોતાના અત્યંત ખંડનરસથી જ ખંડન કરે તો તે જરૂર દુર્નય બને; પણ માત્ર શ્રોતાઓની દૃષ્ટિ શાસ્ત્રાનુસારી બીજા નયના વિષયો ઉપર દોરીને તેનું પણ પ્રાધાન્ય સૂચવવા માટે આનુષંગિક બીજા નયના ઉપદેશકની વાતોનું નિરસન કરે, તો તે આહાર્ય અર્થાત્ કૃત્રિમ હોવાથી વાસ્તવમાં દુર્નયરૂપ નથી બનતું પણ વસ્તુવ્યુત્પાદક બને છે.’’
‘કયા નયનો ઉપદેશ પ્રધાન કે અપ્રધાન એ બાબતમાં તો ઉપાધ્યાયજી મહારાજે’ (નયરહસ્ય પૃ. ૧૯૪ માં) સુંદ૨ ખુલાસો કર્યો છે કે+‘નયોની બલવત્તા અને દુર્બલતા અપેક્ષાને આધીન છે.’
આનાથી એ ફલિત થાય છે કે શાસ્ત્રોના ભિન્ન ભિન્ન નયોના વિધાનોમાં ઉપદેશક મહાત્માએ ક્યા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવની અપેક્ષાએ ક્યા નયના
# न चैवमितरांशप्रतिक्षेपित्वाद् दुर्नयत्वम् तत्प्रतिक्षेपस्य प्राधान्यमात्र एवोपयोगात् ।
+ एतेषु च बलवत्त्वादिविचारेऽपेक्षैव शरणम्
(૯૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org