________________
આ રીતે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ મુનિઓની વિવિધ નયદેશનાને પરમાર્થથી અભિન્ન જણાવી એમાં ઝઘડો ન હોવાનું ખાસ જણાવે છે, તથા ક્ષાયોપશમિક ધર્મો પણ અંતે હેય હોવાથી મુનિઓને તેમાં ઝઘડા ન કરવાનું જણાવે છે.
પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ પણ શ્રી યોગદૃષ્ટિ. ગ્રન્થના ૧૪૮ મા શ્લોકમાં જણાવે છે કે • ‘મુક્તિમાં ક્ષાયોપશમિક બધા ધર્મો છોડવાના છે, માટે મુમુક્ષુઓએ કોઈપણ બાબતમાં આગ્રહ રાખવો તે પરમાર્થથી અયુક્ત છે.’ નહીં તો પછી પૂ. આનંદધનજી મહારાજે કહ્યું છે તેમ ‘હેતુવાદે હો તર્ક પરમ્પરા, પાર ન પહોંચે કોય' એવી દશા ઊભી થાય.
વર્તમાનકાળના શ્રોતાઓએ તો ખાસ ધ્યાન રાખવું પડશે કે‘એક ઉપદેશક આમ કહે છે તો બીજા ઉપદેશકની વાત સાવ ખોટી', - આવા કુવિકલ્પોમાં કે વિવાદમાં પડવાને બદલે શાંતચિત્તે, સૂક્ષ્મબુદ્ધિથી, એકાગ્રતાપૂર્વક પૂર્વાચાર્ય ભગવંતોના શાસ્ત્રીય વિધાનો અને તદનુરૂપ વર્તમાન ઉપદેશક મહાપુરૂષોના વિધાનોમાં પરમાર્થથી કઈ રીતે ભેદ અને અભેદ છે તે તરફ લક્ષ લઈ જવું જોઈએ; નહીં તો સંભવ છે કે એક તરફી શાસ્ત્ર વાતોના આગ્રહથી ઉન્માર્ગ ભણી જવાનું થઈ જાય.
ખંડનમંડનનો આશય ઃ
ઉપરોક્ત ચર્ચા પણ પ્રસ્તાવનામાં એ જ આશયથી દાખલ કરી છે કે ભવભીરુ શાસ્ત્રમર્મજ્ઞ યથાર્થ ઉપદેશક મહાત્માઓની નયભેદે ભિન્ન ભાસતી દેશનાઓથી જરાય બુદ્ધિભેદ કોઈને ન થાય. રાગ-દ્વેષથી વેગળા રહીને શુદ્ધ આશયથી (નહીં કે એકબીજાના મલિન ખંડન-મંડનના આશયથી) શાસ્ત્રીય પદાર્થોની નયભેદે ઉગ્ર ચર્ચા થાય તે શ્રી જૈનશાસનનું દૂષણ નહીં પણ ભૂષણ છે. આ વાત પ્રબુદ્ધ શ્રોતાઓએ તો ખાસ ભૂલવી જોઈએ નહીં.
• ग्रहः सर्वत्र तत्त्वेन मुमुक्षूणामसंगतः । मुक्तौ धर्मा अपि प्रायस्त्यक्तव्याः किमनेन तत् ।।
Jain Education International
(૯૭)
For Private & Personal Use Only
www.jainelibrary.org