________________
ઉપદેશપ્રવૃત્તિમાં ઊંડે ઊંડે એવો અભિપ્રાય તો રહેલો જ હોય છે કે જીવો આ રીતે પણ ધર્મમાં જોડાય, ધીમે ધીમે વેષયોની નિંદા સાંભળી વિષયાકાંક્ષા છોડે, ને મોક્ષની ઉપાદેયતા સમજીને ક્રમે કરી મુક્તિએ જાય. એવો ઉદ્દેશ અંતરમાં ન હોય તો તે વાસ્તવઉપદેશક જ કહી ન શકાય. ઉપદેશકનું કર્તવ્ય:
આ બધી ચર્ચાનો સાર એ છે કે શાસ્ત્રકાર ભગવંતોના ભિન્ન ભિન્ન આશયવાળી દેશનાઓમાંથી શ્રોતાઓ ક્યારેય પણ એકાન્ત ન પકડી જાય એ ઉપદેશ કરતી વેળા ઉપદેશકે ધ્યાનમાં રાખવાનું હોય છે. જો ધ્યાન રાખવામાં ન આવે અને કોઈ એક નયથી પ્રરૂપાયેલ એકબાજુની જ શાસ્ત્રવાતોને ઘુંટળે રાખી હોય તો એનું અનિષ્ટ પરિણામ એ આવે છે કે જ્યારે એ શ્રોતાઓને કોઈ બીજા ઉપદેશકના ઉપદેશથી એનાથી સામેની બાજુની શાસ્ત્રવાતો જાણવા-સાંભળવા મળે ત્યારે એ શ્રોતાવર્ગમાં એવો ઉકળાટ આવી જાય છે, કે જે શાસ્ત્રોના આધારે એ બીજી બીજુની વાત થઈ હોય તે શાસ્ત્રો પર અને એની એ વાતો પર અનાદર કે અરૂચિ અથવા અવિશ્વાસ પ્રગટે છે, તેમજ તે શાસ્ત્રોની વાતો રજુ કરનાર પ્રત્યે પણ દ્વેષ ભાવના વગેરે જાગૃત થાય છે! પરિણામે બિનજરૂરી વિવાદનો વાવંટોળ જાગી ઊઠે છે. શાસ્ત્રીય વિધાનોમાં મુખ્યતા અને ગૌણતા પણ આપેક્ષિક હોય છે, પણ ઐકાન્તિક નથી હોતી, અર્થાત ભિન્ન ભિન્ન ઉચિત દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવસ્થાન વગેરેનું ઔચિત્ય ધ્યાનમાં લઈને તે તે નયથી પ્રરૂપણા બીજા અન્ય નયને જરાય અન્યાય કરવાનો આશય ન આવી જાય તે રીતે કરવાની હોય છે, પણ આંખ મીંચીને નહીં. નયભેદે દેશના થાય તેમાં પણ ઉપદેશક મહાત્માઓનો આશય પરમ્પરાએ જીવને મોક્ષ પ્રાપ્ત કરાવવાનો જ હોય, તે પછી પૂ. શ્રી ઉપાધ્યાયજી મહારાજે યોગદ્રષ્ટિ સજઝાયમાં ચોથી ઢાળના ૨૦-૨૧ મી ગાથામાં જણાવ્યા મુજબ કોઈ ઝઘડાને અવકાશ રહેતો નથી - તે જુઓ,
“શિષ્યભણી જિનદેશનાજી કે (કહે) જન પરિણતિ ભિન્ન; કે (કહે) મુનિની નય દેશનાજી; પરમારથથી અભિન્ન. (૨૦) શબ્દભેદ-ઝઘડો કિસ્યોજી? પરમારથ જો એક; કહો ગંગા કહો સુરનદીજી, વસ્તુ ફિરે નહિ છેક. (૨૧)ધર્મ ક્ષમાદિક પણ મીટેજી, પ્રગટે ધર્મસંન્યાસ; તો ઝઘડાઝોંટા તણોજી, મુનિને કવણ અભ્યાસ?”(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org