________________
રસઘાતને અંતે ઉત્તરોત્તર અનંતમો અનંતમો ભાગ રસ શેષ રહે છે. આ ૧-૧ રસઘાતનું અંત” એટલું નાનું હોય છે કે જેથી ૧-૧ સ્થિતિઘાત થાય ત્યાં સુધી માં હજારો રસઘાત થઈ જાય છે.
અપૂર્વસ્થિતિબંધ : અપૂર્વકરણના પ્રથમ સમયથી નવો સ્થિતિબંધ શરુ થાય છે. એટલો સ્થિતિબંધ, સ્થિતિઘાતના કાળ જેટલા અંતર્મક સુધી ચાલે છે. પછીના સમયથી નવો સ્થિતિબંધ Pls ન્યૂન થાય છે. સ્થિતિઘાત, સ્થિતિબંધ અને રસઘાત આ ત્રણેય એકી સાથે શરુ થાય છે. હજારો રસઘાતમાંનો ચરમ રસઘાત જ્યારે પૂર્ણ થાય એજ સમયે શેષ ર પણ પૂર્ણ થાય છે. પછીના સમયથી પાછા એ ત્રણેયનો પ્રારંભ થાય છે. આ અપૂર્વકરણે અને આગળ પણ સર્વત્ર
જ્યાં જ્યાં કોઈ નવું કરણ - નવી પ્રક્રિયા શરુ થતી હોય ત્યાં ત્યાં આ ત્રણ પણ નવા શરુ થાય છે એ ખ્યાલમાં રાખવું.
ગુણશ્રેણિઃ ઉપરની સ્થિતિઓમાંથી ઉપાડેલા દલિકને ઉદયસમયથી અતંર્મ સુધીના નિકોમાં અસં ગુણ-અસં ગુણ નાંખે છે. આ અંતર્મુનો કાળ કે જે ગુણશ્રેણિનો આયામ કહેવાય છે. તે એટલો હોય છે કે જેથી એ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણને ઓળંગી ઉપર વિશેષાધિક હોય છે. આ અંતર્મુકાળનો ચરમનિષેક એ ગુણશ્રેણિનું શીર્ષ કહેવાય છે. એ સ્થિર હોય છે, તેથી જેટલા નિકોમાં આ અસં ગુણની શ્રેણિથી દલિકો નંખાય છે તે નિષેકકાળ (આયામ) ઉત્તરોત્તર સમય વીતતાં વીતતાં નીચેથી એક એક સમય કપાતો જાય છે. અપૂર્વકરણના પ્રથમ સમયે ગુણશ્રેણિરૂપે જેટલું દલિક ગોઠવાય છે એના કરતાં બીજા સમયે અસં ગુણ ગોઠવાય છે. આમ ઉત્તરોત્તર જાણવું. જ્યાં સુધી સ્થિતિઘાત-રસઘાત ચાલુ હોય છે ત્યાં સુધી આ ગુણશ્રેણિરૂપે દલિકોને ગોઠવવાનું પણ ચાલુ રહે છે.
ગુણસંક્રમ અપૂર્વકરણના પ્રથમ સમયથી જ અનંતાનુબંધી ક્રોધાદિનો બધ્યમાન સંવક્રોધાદિમાં ગુણસંક્રમ ચાલુ કરે છે. અર્થાત્ ઉત્તરોત્તર સમયે અસગુણ અસં ગુણ દલિકોને સંક્રમાવે છે.
અનિવૃત્તિકરણ: આના પ્રત્યેક સમયે એક-એક જ અધ્યા સ્થાન હોય
ગાથા: ૯૮ - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org