________________
છે. તેથી તુલ્યકાળે સર્વજીવોને સમાન વિશુદ્ધિ હોય છે. માટે આની જે સ્થાપના કરવામાં આવે તો એ સીધી માળા - મુક્તાવલિ જેવો આકારગ્રહણ કરે છે. સમાનકાળે રહેલા જીવોની વિશુદ્ધિમાં નિવૃત્તિ-વિકલ્પ ન હોવાના કારણે આને અનિવૃત્તિકરણ કહે છે. તેથી આના જેટલા સમયો હોય છે. એટલા જ વિશુદ્ધિસ્થાનો હોય છે. જે ઉત્તરોત્તર અનંતગુણ - અનંતગુણ વિશુદ્ધ હોય છે. અપૂર્વકરણની જેમ અહીં પણ સ્થિતિઘાત વગેરે ૪ ચાલે છે.
૧
અનિવૃત્તિકરણનો સંખ્યાતબહુભાગકાળ અને હજારો સ્થિતિઘાત પસાર થઈ ગયા છે. ૧ સંખ્યાતમો ભાગ કાળ બાકી છે ત્યારે... નવો સ્થિતિઘાત શરુ થવાની સાથે અનંતા.૪ ની સ્થિતિમાં અંતર (ગાબડું) પાડવાની શરુઆત કરે છે. આને અંતરકરણક્રિયા કહે છે. આમાં, ઉદયસમયથી (=વર્તમાનસમયથી) એક આવલિકા કાળમાં જે ઉદયમાં આવવાના હોય એવા નિષેકોને (=ઉદયાવલિકાને) છોડી પછીના અન્તર્મુ કાળભાવી નિષેકોને તેનું દલિક બધ્યમાન અન્ય પ્રકૃતિઓમાં નાખીને સર્વથા ખાલી કરી નાખવાનો પ્રારંભ કરે છે. નહીં ઉકેરાતી ઉદયાવલિકાને પ્રથમસ્થિતિ કહે છે. ખાલી થતાં નિષેકોને અંતર ( કે અંતરકરણ) કહે છે અને એની ઉપર રહેલી શેષ સ્થિતિઓને બીજી સ્થિતિ કહે છે.
અંતરકરણક્રિયા પૂર્ણ થાય ત્યારથી, પ્રથમસ્થિતિને એક આવલિકા કાળમાં ઉદયવાળી પ્રકૃતિઓમાં સ્તિબુકસંક્રમથી સંક્રમાવીને ભોગવી નાખે છે, તેમજ બીજી સ્થિતિમાં રહેલા દલિકોને અસંખ્યગુણ ક્રમે ઉપશમાવવાના ચાલુ કરે છે. અર્થાત્ પ્રથમસમયે થોડાં દલિકો ઉપશમાવે છે, બીજા સમયે એના કરતાં અસં૰ગુણ ઉપશમાવે છે, ત્રીજા સમયે એના કરતાં પણ અસંગુણ ઉપશમાવે છે.. આમ યાવત્ અન્તર્મુ૰ માં સંપૂર્ણ દલિકોને ઉપશમાવી દે છે. અર્થાત્ પાણી છાંટીને રોલર ફરેવીને દબાવી દીધેલી રજકણો જેમ સ્થિર થઈ જાય છે, ઊડી શકતી નથી..એવી અવસ્થાવાળા કર્મદલિકો થઈ જાય છે. તેથી એ દલિકો એક અન્તર્મુ૰કાળ (ઉપશાન્ત અદ્દા) સુધી સંક્રમણ - ઉદય - ઉદીરણા - નિદ્ધત્તિ અને નિકાચનાકરણને અયોગ્ય બની જાય છે.
શક – ગાથા: ૯૮
Jain Education International
For Private & Personal Use Only
وی
www.jainelibrary.org