________________
જ ટકે છે. એટલે એક એક સ્થિતિબંધના અધ્યવસાય દરમ્યાન રસબંધના અસંખ્ય અધ્યવસાયસ્થાનો આવી જતાં હોવાથી એ અસંખ્યગુણ છે. એ પણ અસંખ્યલોકપ્રમાણ છે. જઘન્ય સ્થિતિબંધના જનક જે અસંખ્ય સ્થિતિબંધાધ્યવસાયસ્થાનો (કષાયોદયસ્થાનો) હોય છે એમાંનું પણ જે સર્વપ્રથમ(સર્વ જ.) સ્થિતિબંધાધ્યવસાયસ્થાન હોય છે તેમાં પણ દ્રવ્ય-ક્ષેત્રકાળ - ભાવભેદે અસંખ્યલોક જેટલા જુદા જુદા લેશ્યાસ્થાનો સર્જાય છે. એ જ અનુભાગબંધના કારણભૂત હોવાથી અનુભાગબંધાધ્યવસાયસ્થાન કહેવાય છે. આ અધ્યવસાયોથી કર્મપુદ્ગલમાં જે રસ પેદા થાય છે તેનો કેવલજ્ઞાનથી પણ પછી વિભાગ ન થઈ શકે એવો અવિભાજ્ય અંશ એ રસાણૢ કે રસાવિભાગપલિચ્છેદ કહેવાય છે. જે કર્મપુદ્ગલ પર સર્વજઘન્યરસ પેદા થયો હોય છે એના પર પણ સર્વજીવથી અનંતગુણ રસાણુ હોય છે. આવા સમાન રસાણવાળા પુદ્ગલોનો સમૂહ એ પ્રથમવર્ગણા છે. એના કરતાં એક રસાણ જેમાં વધુ પેદા હોય એવા પુદ્ગલોનો સમૂહ એ બીજીવર્ગણા.. આવી નિરંતર ૧-૧ રસાણની વૃદ્ધિવાળી (એકોત્તર વૃદ્ધિવાળી) અભવ્યથી અનંતગુણ વર્ગણાઓ મળે છે. આ વર્ગણાઓનો સમૂહ એ પ્રથમ સ્પર્ધક છે. ત્યારબાદ અવશ્ય સર્વજીવથી અનંતગુણ જેટલું અંતર મળે છે. પછી પાછી એકોત્તર વૃદ્ધિવાળી વર્ગણાઓ મળે છે જેનો સમૂહ એ બીજું સ્પર્ધક છે. પછી પાછું અંતર મળે છે..ને ત્યારપછી ત્રીજું સ્પર્ધક મળે છે. આવા અભવ્યથી અનંતગુણ સ્પર્ધકો વડે પહેલું રસસ્થાન બને છે. આ જ રીતે આગળ-આગળ બીજાત્રીજા વગેરે રસસ્થાનો જાણવા. આવા કુલ અસંખ્ય લોકાકાશના આકાશપ્રદેશપ્રમાણ અસંખ્ય રસસ્થાનો છે. દરેક રસસ્થાન પર જીવ જઘન્યથી ૧ સમય રહે છે અને ઉત્કૃષ્ટથી યોગસ્થાનોની જેમ ૪,૫,૬,૭,૮,૭,૬,૫,૪,૩,૨ સમય સુધી રહે છે.
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ યોગથી થાય છે.
સ્થિતિબંધ અને રસબંધ કષાયથી થાય છે.
૨
Jain Education International
ગાથા : ૯૫,૯૬ - lક
.....
For Private & Personal Use Only
www.jainelibrary.org