________________
સમાધાનઃ સ્થાવર પ્રાયોગ્ય એક એક યોગસ્થાનમાં અનંતા જીવો હોય છે, ત્રસપ્રાયોગ્ય એક-એક યોગસ્થાનમાં અસંખ્ય જીવો સંભવે છે. એટલે અલગઅલગ યોગસ્થાનો તો શ્રેણિના અસંખ્યાતમા ભાગના જ હોય છે.
અપર્યાપ્તવસ્થામાં જીવ તે તે યોગસ્થાન પર ૧-૧ સમય જ રહે છે અને ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણવૃદ્ધિવાળા સ્થાનો પર જાય છે. પર્યાપ્તાવસ્થામાં સંભવતા યોગસ્થાનોને ક્રમશઃ સ્થાપવામાં આવે તો જઘન્યથી ઉત્કૃષ્ટ યોગ સ્થાનક સુધીમાં ૧૧ વિભાગો બનાવવા. (૧ થી પાંચ ઉત્તરોત્તર નાના, ને પછીના ઉત્તરોત્તર મોટા.)
આ અગ્યાર વિભાગોમાં કોઈપણ યોગસ્થાનક પર જીવ જઘન્યથી ૧ સમય માટે રહે છે અને ઉત્કૃષ્ટથી ક્રમશઃ ૪,૫,૬,૭,૮,૭,૬,૫,૪,૩,૨ સમય માટે રહે છે.
આ યોગના સત્યમનોયોગ વગેરે પંદર ભેદો પ્રસિદ્ધ છે. હવે અલ્પ બહુત્વનાં કારણો વિચારીએ.
યોગસ્થાનો શ્રેણિના અસંખ્યાતમા ભાગ જેટલા છે. જ્યારે જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓના પેટાદો એના કરતાં અસંખ્ય ગુણ છે. કારણકે લોકના અસંખ્યાતમા ભાગ જેટલા છે.
ઉત્કૃષ્ટસ્થિતિબંધમાંથી જઘન્યસ્થિતિબંધ બાદ કરીએ + ૧ એટલા સામાન્યથી સ્થિતિભેદો હોય છે. એ અસંખ્ય હોય છે. તે તે દરેક પ્રકૃતિભેદ આ અસં. અસં. ભેદે બાંધી શકાય છે. માટે સ્થિતિભેદ પ્રકૃતિભેદ કરતાં અસંખ્યગુણ
કષાયોદયજન્ય જીવપરિણામ એ સ્થિતિબંધના કારણભૂત છે માટે એને સ્થિતિબંધના અધ્યવસાયસ્થાન કહેવાય છે. એ અસંખ્ય લોક પ્રમાણ હોવાથી સ્થિતિભેદ કરતાં અસંખ્યગુણ છે.
અનુભાગબંધના કારણભૂત અધ્યવસાયો અનુભાગ બંધાધ્યવસાયસ્થાન કહેવાય છે. સ્થિતિબંધનું એક અધ્યવસાયસ્થાન અંતર્મુ સુધી ટકી શકે છે જ્યારે રસબંધનું અધ્યવસાયસ્થાન જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૮ સમય સુધી શતક - ગાથા: ૯૫,૯૬
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org