________________
(૩) સ્પર્ધક પ્રથમ વર્ગણાથી માંડીને જ્યાં સુધી એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ નિરંતર મળે છે ત્યાં સુધીની તે વર્ગણાઓના સમૂહને સ્પર્ધક કહે છે. સૂચિ શ્રેણિના અસંખ્યાતમા ભાગપ્રમાણ વર્ગણાઓ દરેક સ્પર્ધકમાં હોય છે. વર્ગણાઓની સંખ્યા એક ચોક્કસ રકમ છે, એટલેકેદરેક સ્પર્ધકમાં વર્ગણાઓ એકસરખી હોય છે. સર્વાલ્પવિર્યાણુઓવાળી પ્રથમ વર્ગણાના પ્રત્યેકઆત્મપ્રદેશો પર અસં. લોક પ્રમાણ વીર્યાણુઓ હોય છે, અને ઉત્તરોત્તર વધતાં વધતાં છેલ્લી વર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશો પર અસં. લોક+સૂચિ શ્રેણિનો અસં. મો ભાગ – ૧ (મ) જેટલા વિર્યાણુ હોય છે.
(૪) અંતર : * વીર્યાણુઓવાળા આત્મપ્રદેશો હોય છે. પણ પછી એવા કોઈ આત્મપ્રદેશો મળતા નથી કે જેના પરમ + ૧, 1 + ૨, + ૩... ઈત્યાદિ વિર્યાણુઓ હોય. આવા ગ + ૧ વગેરે જેટલા વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો જે અભાવ એ અંતર કહેવાય છે. આ અંતર અસંખ્યલોક (4) પ્રમાણ હોય છે. એટલે કે પ્રથમ સ્પર્ધકની ચરમ વર્ગણામાં જેમ વીર્યાણુઓ હતા તેના કરતાં આ અસં.લોક સુધીના વધુ વિર્યાણુઓ હોય (એટલે કે + ૧, મ + ૨...એમાયાવત્ + વીર્યાણુઓ હોય) એવા કોઈ આત્મપ્રદેશો ક્યારેય હોતા નથી. પણ પછી પાછા મ + 4 + ૧, મ + 4 + ૨... એમ વિર્યાણુઓવાળા આત્મપ્રદેશો મળે છે. જેની ફરીથી એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ હોય છે. આ વર્ગણાઓનો સમૂહ એ બીજું સ્પર્ધક છે, આમાં અને ઉત્તરોત્તર દરેક સ્પર્ધકમાં પ્રથમ સ્પર્ધક જેટલી જ વર્ગણાઓ હોય છે. આ બીજા સ્પર્ધકની છેલ્લી વર્ગણા પછી પાછું અસંલોક જેટલું અંતર પડે છે. એ પ્રમાણે દરેક સ્પર્ધક પછી જાણવું.
(૫) યોગસ્થાન શ્રેણિના અસં મા ભાગ પ્રમાણ સ્પર્ધકોનું પ્રથમ જઘન્ય યોગસ્થાન બને છે. અંગુલ ના અસંડમા ભાગ પ્રમાણ અધિક અધિક સ્પર્ધકો વડે આગળ આગળના યોગસ્થાનકો બને છે. કુલ યોગસ્થાનો શ્રેણિના અસંમા ભાગ જેટલા છે.
શંકાઃ જીવો અનંત છે, તો યોગસ્થાન પણ અનંત કહેવા જોઈએ ને?
ગાથા: ૯૫, - શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org