________________
જે દૂર હોય એમાં ઓછા હોય છે. છતાં લોક + a જેટલા આત્મપ્રદેશોમાં સમાન-સમાન હોય છે. આવા સમાન-અસમાન વીર્યવ્યાપારના કારણે યોગસ્થાનો ઊભા થાય છે. એની સંક્ષિપ્ત સમજણ આવી જાણવી.
(૧) અવિભાગ પલિચ્છેદ ઃ વીર્યનો એવો સૂક્ષ્મતમ અવિભાજ્ય અંશ કે જેના કેવલજ્ઞાન પણ બે વિભાગ ન કરી શકે (ન જણાવી શકે) અથવા વિષમ વીર્યપરિણતિવાળા બે આત્મપ્રદેશોના વીર્યમાં સંભવિત જઘન્ય ફેરફાર એ અવિભાગ. આને વીર્યાણુ પણ કહે છે. આવા વીર્યાણુઓ જ થીઅને ઉ થી પણ પ્રત્યેક આત્મપ્રદેશોપર અસંખ્ય લોકાકાશના પ્રદેશની રાશિપ્રમાણ હોય છે. છતાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યગુણ હોય છે.
(૨) વર્ગણા ઃ સમાન વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ વર્ગણા કહેવાય છે. સર્વલ્પ વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ પ્રથમવર્ગણા... એના કરતાં એક અધિક વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ દ્વિતીયવર્ગણા ...એના કરતાં એક અધિક વીર્યાણુઓવાળા આત્મપ્રદેશોનો સમૂહ એ તૃતીયવર્ગણા... ઇત્યાદિ
પહેલી વર્ગણામાં અને બીજી વર્ગણામાં ફેર એટલોજ કે બીજીવર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશોમાં, પ્રથમવર્ગણાના પ્રત્યેક આત્મપ્રદેશમાં રહેલ વીર્યાણુઓ કરતાં એક એક વીર્યાણુ અધિક હોય છે. એ રીતે ત્રીજી વર્ગણાના આત્મપ્રદેશોમાં બીજી વર્ગણાના આત્મપ્રદેશોમાં રહેલ વીર્યાણુઓ કરતાં એક એક વીર્યાણુ અધિક હોય છે. આ રીતે ક્રમસર મળતી વર્ગણાઓને એકોત્તરવૃદ્ધિવાળી વર્ગણાઓ કહે છે.
એક એક વર્ગણામાં ઘનીકૃતલોકના અસંખ્યાતમા ભાગમાં રહેલ અસંખ્ય પ્રતર પ્રમાણ આત્મપ્રદેશો હોય છે. જેમ જેમ વર્ગણાઓ આગળ જતી જાય છે. તેમ તેમ એક એક વર્ગણામાં રહેલા આત્મપ્રદેશોની સંખ્યા ઘટતી જાય છે. કારણકે તથાસ્વભાવે અધિક અધિક વીર્યાણુઓવાળા આત્મપ્રદેશો ઓછા ઓછા હોય
છે.
યાદ રાખો કે ઃ- વર્ગણા એ આત્મપ્રદેશોનો સમૂહ છે. વીર્યાણુઓનો નહીં.
શતક - ગાથા: ૯૫
...
Jain Education International
For Private & Personal Use Only
GG
www.jainelibrary.org