________________
જઘન્યથી આટલા આકાશપ્રદેશો તો સ્પષ્ટ હોય જ છે. અહીં પાંચમા કર્મગ્રંથમાં આવેલી વ્યાખ્યા પ્રમાણે આ બધા આકાશપ્રદેશોની સ્પષ્ટ તરીકે ગણતરી થઈ જાય છે જ્યારે પંચસંગ્રહની વ્યાખ્યા પ્રમાણે આમાંનો પ્રધાન એક જ આત્મપ્રદેશ સ્કૃષ્ટ ગણાય છે. બાકીનાની સ્પષ્ટ તરીકે ગણના થતી નથી. એ બધાની સ્પષ્ટ તરીકે ગણના માટે એમાંના તે તે આકાશપ્રદેશને પ્રધાન તરીકે અવગાહીને જુદા જુદા મરણની અપેક્ષા હોય છે. માટે પંચસંગ્રહની વ્યાખ્યાનુસાર ક્ષેત્રપુપરા, ખૂબ જ મોટો આવે છે. આ રીતે એક એક આકાશપ્રદેશ ક્રમશઃ સ્પષ્ટ થાય એ રીતે ગણના કરાય તો સૂક્ષેત્ર પુપરા અને ક્રમ વિના ગમે તે રીતે સ્પષ્ટ થાય એ રીતે ગણના કરવાથી બા ક્ષેત્ર પુપરા આવે છે. કાળપુ પરાવર્ત : અવસર્પિણી - ઉત્સર્પિણીના બધા સમયોને જીવ મરવા દ્વારા સ્પર્શે એમાં જેટલો કાળ લાગે તે બાદર કાલપુપરા, કહેવાય છે. અને જે અવસર્પિણીના (કે ઉત્સર્પિણીના) પ્રથમ સમયે જીવ મર્યો, પછી જ્યારે અન્ય કોઈ અવસ(કે ઉત્સ, ના) બીજા સમયે જીવ મર્યો.ત્યારે જ બીજો સમય મરણથી સ્પષ્ટ કહેવાય. એ વચ્ચે જે જુદા-જુદા મરણો થયા એના સમયો મરણસ્પષ્ટ તરીકે ન ગણાય, પણ વચ્ચેનો કાળ ગણતરીમાં લઈ લેવાનો. એ પછી કોઈક અવસ, ના ત્રીજા સમય મર્યો. એટલે ત્રીજો સમય સ્પષ્ટ થયો કહેવાય. આ રીતે ક્રમશઃ બધા સમયો મરણથી સ્પર્શવામાં જેટલો કાળ પસાર થાય તેને સૂક્ષ્મકાળ પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. ભાવપુલપરાવર્ત તીવ્ર-મંદ વગેરે રસબંધના કારણભૂત જે અધ્યવસાયો હોય છે તેને અનુભાગબંધાધ્યવસાયસ્થાન કહેવાય છે. અસંખ્ય લોકાકાશના જેટલા આકાશપ્રદેશો હોય એટલા આ અધ્યવસાયસ્થાનો હોય છે. આ દરેક અધ્યવસાયસ્થાનોને ક્રમે કે ઉત્કમ મરણથી સ્પર્શવામાં જેટલો કાળ પસાર થાય એને બાદરભાવ પુદ્ગલપરાવર્ત કહેવાય છે. અને એ બધા સ્થાનોને પ્રથમથી શરુ કરી ક્રમશઃ સ્પર્શવામાં જેટલો કાળ લાગે તેને સૂક્ષ્મભાવ પુદ્ગલપરાવર્ત કહે છે. અહીં પણ પૂર્વસ્પષ્ટ સ્થાનો કે વ્યવહિત પણે સ્પષ્ટ સ્થાનોની ગણતરી કરવાની હોતી નથી. અથવા પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ, સ્પર્શ, અગુરુલઘુ અને ગુરુલઘુ..આ ૨૨ના એકગુણ શુક્લ, બેગુણશુક્લ, ત્રણગુણશુક્લ વગેરે જે શતક - ગાથા: ૮૭,૮૮
ઉ3
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org