________________
ભરેલા ભાજનમાં પણ ખાલી જગ્યા હોય છે જ્યાં બોર ગોઠવી શકાય છે, એ જરીતે વાલાગ્રંથી પલ્ય સંપૂર્ણ ભર્યો હોવા છતાં એનાથી નહીં રોકાયેલી જગ્યા (અસ્પૃષ્ટ આકાશપ્રદેશો) હોય જ છે. તથા વાલાગ્ર એ ઔદા પુદ્ગલ છે.ઔદા પુદ્ગલો પોતાની અવગાહનામાં પણ પોલાણવાળા હોય છે. એટલે એમાં પણ અસ્પષ્ટ આકાશપ્રદેશો હોય છે.
શંકા :- સૂક્ષ્મક્ષેત્ર પલ્યોપમ માટે વાલાગ્રના ટૂકડાથી સ્પષ્ટ અને અસ્પષ્ટ બધા આકાશપ્રદેશો કાઢવાના જ છે તો વાલાગ્રના ખંડો લેવાની જરૂર જ શી છે ? બધા જ આકાશપ્રદેશો તો કાઢવાના છે ?
સમાધાન :- તમારી વાત બરાબર છે. છતાં દૃષ્ટિવાદમાં અનેક રીતે નિરૂપણ છે.કોઈક દ્રવ્યોનું વાલાગ્રસૃષ્ટ પ્રદેશો દ્વારા, તો કોઈકનું વાલાગ્રઅસ્પૃષ્ટ આકાશપ્રદેશો દ્વારા, તો કોઈકનું ક્ષેત્રપલ્યોપમ દ્વારા.. માટે અહીં વાલાગ્ર દ્વારા નિરૂપણ કરવામાં આવ્યું છે.
સાસ્વાદન વગેરે ગુણઠાણાનું ઉત્કૃષ્ટ અંતર દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત કહ્યું હતું.એમાં પુદ્ગલપરાવર્ત શું છે ? એ જણાવવા એનું નિરૂપણ કરે છે. પુદ્ગલ પરાવર્ત
વિવક્ષિત રીતે સમસ્ત પુદ્ગલોનું પરાવર્તન થવામાં લાગતો કાળ એ પુદ્ગલ પરાવર્તકાળ. એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ તથા એ ચારેના સૂક્ષ્મ-બાદર એમ બબ્બે ભેદ કરવાથી કુલ ૮ પ્રકારો છે. એ દરેક અનંતકાળચક્ર પ્રમાણ છે. દ્રવ્યપુદ્ગલપરાવર્ત : વિશ્વવર્તી સમસ્ત પુદ્ગલોને જીવ આહારક સિવાયના ઔદારિકાદિ સાતમાંના કોઈપણ રૂપે ગ્રહણ કરીને છોડે એમાં જેટલો કાળ લાગે તેને બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. અને સાતમાંના કોઈપણ એક જ વિવક્ષિત રૂપે ગ્રહણ કરીને બધા પુદ્ગલોને છોડવામાં જેટલો કાળ લાગે એને સૂક્ષ્મ દ્રવ્ય પુપરા કહેવાય છે. આમાં, ધારોકે ઔદારિક રૂપે સમસ્ત પુદ્ગલાસ્તિકાયને ગ્રહણ કરવાની વાત હોય તો વચ્ચે વૈક્રિયાદિ રૂપે જે પુદ્ગલ ગ્રહણ કરાય તેની ગૃહીત તરીકે ગણતરી કરવાની નહીં, ને એટલે એને ઔદારિક રૂપે ગ્રહણ કરવાના બાકી જ રહે.. ઔદારિક રૂપે ગ્રહણ કરાઈ જાય પછી જ એ ગૃહીત કહેવાય.. આ રીતે સમસ્ત પુદ્ગલ વિવક્ષિત ઔદારિકરૂપે ગૃહીત થવામાં
શતક - ગાથા: ૪૫,૬,૮૭
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org