________________
સાસ્વાદન ગુણઠાણાનું અંતર પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ હોવાનું કહ્યું..એટલે હવે
પલ્યોપમનું સ્વરૂપ ઃ- પલ્યની ઉપમાથી જે વસ્તુનો બોધ થાય છે તે પલ્યોપમ કહેવાય છે. એ ત્રણ પ્રકારે છે.
ΟΥ
૧) ઉદ્ધાર પલ્યોપમ :- એક ઉત્સેધ યોજન વ્યાસવાળો અને એટલો જ ઊંડો પલ્ય (કૂવો) યુગલિકના પ્રથમ દિવસે, અથવા બીજા દિવસે અથવા ત્રીજા દિવસે.. એમ યાવત્ સાતમા દિવસે ઊગેલા જે વાલાગ્ર હોય તેનાથી અત્યંત નિબિડ એવી રીતે ભરવો કે જેથી અગ્નિથી બળે નહીં, પાણીથી ભીંજાય નહીં કે વાયુથી ઊડે નહીં .એક એક સમયે એક એક વાલાગ્ર કાઢતા રહેવું, સંખ્યાતા સમયમાં આખો પલ્ય ખાલી થઈ જશે. આ બાદર ઉદ્ધાર પલ્યોપમ છે. સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમને સમજવામાં સરળતા રહે એટલા માત્ર પ્રયોજનથી આની પ્રરૂપણા છે, એ સિવાય આનો કશો ઉપયોગ નથી. કારણકે એનાથી કશું માપવામાં આવતું નથી, આવુંજ બાદર અદ્ધા અને ક્ષેત્રપલ્યો. અંગે જાણવું.
ન
આ જ વાલાગ્રોના અસંખ્ય એવા ટુકડા કરવા કે જે, અત્યંત નિર્મળ દષ્ટિવાળો મનુષ્ય જે અત્યંત સૂક્ષ્મ પુદ્ગલ દ્રવ્યને જોઈ ન શકે તેના પણ અસંખ્યાતમા ભાગ જેટલા હોય, સૂક્ષ્મનિગોદના શરીરની અવગાહના કરતાં અસંખ્યગુણ હોય, બા પર્યા. પૃથ્વી ના શરીર ને તુલ્ય હોય.. આ એક એક ટુકડાને સમયે સમયે કાઢતા એ પલ્ય જ્યારે ખાલી થાય એટલો કાળ એ સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. આ સંખ્યાતા કરોડ વર્ષ પ્રમાણ હોય છે. આનાથી દ્વીપ-સમુદ્રોની સંખ્યા માપવામાં આવે છે. પચ્ચીશ કોડાકોડી સૂક્ષ્મ ઉદ્ધાર- પલ્યોપમના સમયો જેટલા તિર્આલોકમાં દ્વીપસમુદ્રો છે.
૨) અદ્ધાપલ્યોપમ : બા ઉદ્ધાર પલ્યોપમમાં જે વાલાગ્ર ભર્યા હતા તેને ૧૦૦-૧૦૦ વર્ષે ૧-૧ કાઢવામાં જેટલો કાળ લાગે એ બાદર અદ્ધાપલ્યોપમ કહેવાય છે કે જેમાં સંખ્યાતા કરોડ વર્ષ લાગે છે. અને એ વાલાગ્રોના પૂર્વોક્ત રીતે કરેલા અસંખ્ય ટૂકડાને ૧૦૦ - ૧૦૦ વર્ષે કાઢવામાં જેટલો કાળ લાગે તેને સૂ અદ્ધાપલ્યોપમ કહેવાય છે. એમાં અસંખ્ય ક્રોડ વર્ષ લાગે છે. આનાથી જીવોના
શતક - ગાથા: ૨૫
EG
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org