________________
આ અને આગળના ૫૫ વગેરે કોઈપણ બંધસ્થાને કાળ કરી દેવલોકમાં જનારાને ૬૪ ૪ નો ભૂય મળે છે. જો જિનનામની પણ સત્તા હોય તો ૧ થી ૨૬, ૫૪, ૫૬ વગેરે બંધસ્થાનો પરથી કાળ કરીને દેવલોકમાં જનારાને ૬૫ ૪ નો ભૂય મળે એ જાણવું.
૬) પહેલે ગુણઠાણે ૪૩+૨૫ બાંધનારો પછીના સમયથી ઉદ્યોત તથા તિર્યંચાયુ એ બન્નેનો સાથે બંધ ચાલુ કરે તો ૬૮ ૬ થી ૭૦ ૪ નો ભૂય મળે. એમ ૪૩ + ૨૫ + આયુ કે ઉદ્યોતમાંથી એક બાંધનારો તદન્યનો (=ઉદ્યોત કે આયુનો) બંધ ચાલુ કરે તો ૬૯ અ કે વ થી ૭૦ ૪ નો ભૂય મળે.
આ વાત ઉદ્યોત માટે જાણવી. પણ આતપ સાથે આવું સંભવતું નથી, કારણકે આતપનો જેને ઉદય હોય એને સતત હોય છે, કયારેક હોય કયારેક ન હોય એવો વૈકલ્પિક ઉદય હોતો નથી. માટે આયુબંધ દરમ્યાન કે એની આગળપાછળ આતપ નામકર્મની બંધમાં વધઘટ થઈ શકતી નથી.
૭) બદ્ધ નરકાયુ ક્ષાયોપશમિકસમ્યક્ત્વી જિનનામબંધકજીવ છેલ્લા અન્તર્મુહૂર્તમાં મિથ્યાત્વે આવે ત્યારે ૪૩+૨૮ બાંધતો હોવાથી ૬૪ ૪ થી ૭૦ ઞ નો ભૂય મળે છે.
૮) બીજે ગુણઠાણે ૪૨+૨૮=૭૦ બાંધનારાને ૩ રીતે ૭૧ નો ભૂય મળે છે. પહેલે ગુણઠાણે જાય તો ૪૩+૨૮=૭૧, બીજે જ ગુણઠાણે દેવાયુ બંધ પ્રારંભ કરે તો ૪૨ + ૨૮ + દેવાયુ, અને બીજે જ ગુણઠાણે દેવપ્રાયોગ્ય ૨૮ નું બંધસ્થાન અટકી જઈ મનુ પ્રાયોગ્ય કે તિર્યંચપ્રાયોગ્ય ૨૯ બાંધવાનું ચાલુ કરે તો પણ ૪૨ + ૨૯ = ૭૧ બાંધે. આમ ૭૦ ૬ થી ૭૧ અ,વ કે જ ત્રણે ભૂય ના વિકલ્પો મળે છે.
૯) સમ્યક્ત્વી દેવ કે નારકી પડીને પહેલે ગુણઠાણે આવે ત્યારે ૩૫ + મનુ પ્રાયોગ્ય ૨૯ = ૬૪ ૪ થી ૪૩ + ૨૯ =૭૨ ૬ નો ભૂય મળે છે. પણ પાંચમે વગેરે ગુણઠાણેથી પડનારને પાંચમે વગેરે ગુણઠાણે દેવપ્રાયોગ્ય ૨૮ નો બંધ હોવાથી પહેલે આવે ત્યારે દેવપ્રાયોગ્ય જ બંધ હોવાથી આ ૭૨ ૩
શતક - ગાથા: ૨૫
Jain Education International
For Private & Personal Use Only
૨૭
www.jainelibrary.org