________________
શકતી ન જ હોય તો આયુબંધવાળા આ બધા બંધસ્થાનોનો પણ જઘન્યકાળ અન્તર્મુ જ માનવો પડે.
૧૬) બીજે ગુણઠાણે ૪૩ માંથી મિથ્યા.વિનાની ૪૨ પ્રકૃતિઓ ૬ મૂળકર્મોની બંધાય છે.
૬
૧૭) બીજા ગુણઠાણાનો જઘન્યકાળ ૧ સમય છે, માટે બીજાગુણઠાણે મળતા કોઈપણ બંધસ્થાનનો જઘન્યકાળ ૧ સમય મળે છે. તેમ છતાં બીજાગુણઠાણે આયુબંધવાળા જે બંધસ્થાનો છે એનો જઘન્યકાળ તો અન્તર્મુ જ જાણવો. બીજા ગુણઠાણાનો ઉત્કૃષ્ટકાળ ૬ આલિકા છે. પણ આ ૬ આવલિકા દરમ્યાન નામના ૨૮,૨૯ બંધસ્થાનનું પરાવર્તન અવશ્ય થાય જ છે. માટે તે તે બંધસ્થાનોનો ઉત્કૃષ્ટકાળ જે અન્તર્મુ મળે છે. તે ૬ આવલિકા કરતાં નાનો જાણવો. તેમ છતાં યુગલિકો તથાભવસ્વભાવે દેવપ્રાયોગ્ય જ બાંધતા હોવાથી અને ૭ મી નારકીના જીવો તિર્યંચપ્રાયોગ્ય જ બાંધતા હોવાથી ૪૨+૨૮=૭૦ ના બંધસ્થાનનો યુગલિકોને ઉત્કૃષ્ટકાળ ૬ આવલિકા મળે છે, એમ ૭ મી નારકીના જીવને ૪૨+૨૯=૭૧, તથા ૪૨+૨૯+ઉદ્યોત=૭૨ આ બન્નેનો ઉત્કૃષ્ટકાળ ૬ આવલિકા મળે છે એ જાણવું. તભિન્નને ૬ આવલિકા કરતાં નાનુ અન્તર્મુ જાણવું. આયુબંધ તો બીજા ગુણઠાણાના પહેલા અને છેલ્લા અન્તર્મુ, સિવાયના વચલા અન્તર્મુ કાળમાં જ સંભવિત હોવાથી આયુબંધ વાળા બંધસ્થાનોનો ઉત્કૃષ્ટકાળ પણ એ બે અન્તર્મુન્યૂન ૬ આવલિકા પ્રમાણ અન્તર્મુ જ જાણવો.
૧૮) ૪૩+૨૮+આયુ=૭૨...આમાં દેવાયુ કે નરકાયુ જાણવું. તથા ૭૨ ના જ ૪૨+૨૯+ આયુ.... આવા વૅ વિકલ્પમાં તિર્યંચાયુ કે નરાયુ જાણવું.
૧૯) ૧ લે ગુણઠાણે ૬ કર્મોની તો ૪૩ પ્રકૃતિઓ જ બંધાયા કરે છે, પણ નામની ૨૩,૨૫.. વગેરે પ્રકૃતિઓ બંધાય છે ને બધી પરાવર્તમાન હોવાથી બંધસ્થાન પણ અન્તર્મુહૂર્તે-અન્તમુહૂર્તે બદલાયા કરે છે. તેમ છતાં, મિથ્યાત્વી યુગલિકોને અપર્યાપ્તઅવસ્થાના અન્તર્મુહૂર્તન્યૂન ૩ પલ્યો અને સમ્યક્ત્વી
ગાથા: ૨૫ શકિ
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org