________________
મનુષ્યભવમાં ૩૫+૨૮+જિન=૬૪ બાંધે એટલે ૬૫નો જઘન્યકાળ અન્તર્યુ મળે છે.
૧૩) ૧ લે ગુણઠાણે અનંતા ૪૫ થીણદ્વિત્રિક + મિ= ૮ પ્રકૃતિઓ વધવાથી ૬ કર્મોની કુલ ૩૫ + ૮ = ૪૩ પ્રકૃતિઓ બંધાય છે.
૧૪) ૧ લે ગુણઠાણે નામનાં ૨૩,૨૫, ૨૬ વગેરે બંધસ્થાનો પરાવર્તમાન હોવાથી એક જ સમયમાં બદલાઈ જાય એવું પણ બને છે. માટે આ ૨૩ વગેરે પ્રકૃતિઓવાળા બંધસ્થાનોનો જઘન્યકાળ એકસમય મળે છે. તેમજ અન્તર્યુબાદ તો અવશ્ય જ બંધસ્થાન બદલાઈ જાય છે. માટે આવા બંધસ્થાનોમાં ઉત્કૃષ્ટકાળ અન્તર્મુથી વધારે મળી શકતો નથી.
૧૫) ૪૩+૨૫+આયુષ૬૯... આમાં આયુ તરીકે તિર્યંચાયુ કે મનુષ્યામુ જાણવું. આયુબંધ દરમ્યાન જે જાતિ,ગતિ, પર્યાપ્ત (કે અપર્યા) બંધાતા હોય તેમાં પરાવર્તન થતું નથી. તેમજ તેની આગળ-પાછળના અન્તર્મુ. દરમ્યાન પણ એમાં પરાવર્તન થતું નથી. તેથી આયુબંધદરમ્યાન કે આગળ-પાછળ ૨૩-૨૫-૨૮-૨૯ વગેરે નામના બંધસ્થાનોમાં પરાવર્તન થતું નથી એ જાણવું. એમ આતપ નામકર્મની પણ વધઘટ થતી નથી, અર્થાત્ આ કાળ દરમ્યાન ૨૫ પરથી ૨૬ પર કે ૨૬ પરથી ૨૫ પર જીવ જતો નથી. ઉદ્યોત માટે નિશ્ચય થઈ શકતો નથી. જો ઉદ્યોતની વધ-ઘટ થઈ શકતી હોય તો આ કાળ દરમ્યાન ૨૫-૨૬ નું અને તિર્યંચપ્રાયોગ્ય ૨૯-૩૦નું પરાવર્તન થઈ શકે એમ માનવાનું રહે. અને તો પછી૪૩+૨૫-તિર્યંચાયુ = ૬૯નો જઘન્યકાળ ૧ સમય પણ મળી શકે. તે આ રીતે - ૬૯ બાંધવાનું ચાલુ કરે અને બીજા જ સમયથી ઉદ્યોત પણ બંધાવાનું ચાલુ થવાથી ૭૦ નું બંધસ્થાન આવી જાય. એટલે ૬૯ નો જઘન્યકાળ ૧ સમય મળ્યો. એમ કોઈ જીવ ૪૩+૨૫+ઉધોત=૬૯ બાંધતો હતો. પછી આયુબંધ ચાલુ કરવાથી ૭૦ નું બંધસ્થાન થયું પણ એ પછીના બીજા જ સમયથી ઉદ્યોત બંધાતુ અટકી ગયું. તો ૭૦નું બંધસ્થાન આયુબંધવાળુ હોવા છતાં પણ એનો પણ જઘન્યકાળ ૧ સમય મળી શકે. આ જ રીતે અન્ય બંધસ્થાનોમાં પણ યથાયોગ્ય જાણવું. પણ જો ઉદ્યોતની પણ વધ ઘટ થઈ શાક- ગાથા: ૨૫
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org