________________
૧૭ નો ભૂયસ્કાર પૂર્વસમયવર્તી ૧૩,૯,૫,૪,૩, ૨ કે ૧. આ બધા બંધસ્થાનોથી મળે છે. શ્રેણિમાં તે તે બંધસ્થાને વર્તતા જીવને આયુષ્ય પૂર્ણ થાય તો સીધો દેવલોકમાં ચોથે ગુણઠાણે ૧૭નો બંધ કરે છે. ૯ અને ૧૩ ના બંધસ્થાનેથી તો આયુક્ષય વિના પણ (વિરતિપરિણામ ગુમાવવાથી) અવિરતે આવી ૧૭નો બંધ મળી શકે છે.
૧૩,૯,૫,૪,૩ અને ૨.. આ બધા ભૂયસ્કાર અનુક્રમે ૯,૫,૪,૩,૨ અને ૧ સ્વરૂપ એક-એક બંધ સ્થાનથી જ પ્રાપ્ત થાય છે. કારણકે શ્રેણીમાંથી અદ્ધાક્ષયે પડતો જીવ ક્રમશઃ જ પડતો હોવાથી ૧-૨-૩ વગેરે બધા બંધસ્થાનોને સ્પર્શતો સ્પર્શતો જ પડે છે, એકેયને ઉલંઘી શકતો નથી.
અલ્પતર ? જીવ જેમ જેમ ઉપરના ગુણઠાણે જાય છે તેમ તેમ મોહનીયની ઓછી ઓછી પ્રકૃતિઓ બંધાવાથી અલ્પતર મળે છે. ૨૨થી અધિક કોઈ બંધસ્થાન નથી, માટે રરનું અલ્પતર મળતું નથી. વળી ૧૯ થી બીજે કોઈ જતું નથી, માટે ૨૨ પરથી ૨૧ના બંધસ્થાન પર જઈ શકાતું ન હોવાથી ૨૧નું બંધસ્થાન પણ અલ્પતર તરીકે મળી શકતું નથી. બાકીના ૧૭,૧૩,૯,૫,૪,૩,૨ અને ૧. આ આઠે બંધસ્થાનો અલ્પતર તરીકે મળે
૧૭નો અલ્પતર ૨૨ના બંધસ્થાનથી જ મળે છે, ૨૧ પરથી તો ૨૨ પર જ જીવ જતો હોવાથી ૨૧ના બંધસ્થાનથી કોઈ જ અલ્પતર મળતો નથી. ૧૩ નું અલ્પતર ૨૨ કે ૧૭ ના બંધસ્થાનથી અને ૯નો અલ્પતર ૨૨,૧૭ કે ૧૩ના બંધસ્થાનથી મળે છે. શેષ ૫,૪,૩,૨ અને ૧ આ પાંચ અલ્પતર અનુક્રમે ૯,૫,૪,૩ અને ૨ ના બંધસ્થાનથી જ મળે છે, કારણકે જીવ ક્રમશઃ ચડે છે.
અવસ્થિત : દસે દસ બંધસ્થાનો અવસ્થિત તરીકે મળે છે.
અવક્તવ્ય : ૧૧-૧૦ મે ગુણઠાણે જીવ મોહનો અબંધક છે. ત્યાંથી અદ્ધાક્ષયે પડે તો નવમાના પાંચમા ભાગે ૧ પ્રકૃતિબાંધે એ પ્રથમસમયે એક અવક્તવ્ય, તથા ભવક્ષયે પડે તો ૪થે ૧૭ બાંધવાથી એનો બીજો અવક્તવ્ય..
ગાથા: ૨૪ – શતક
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org