________________
પહેલા ગુણઠાણે ત્રણે વેદ ને બન્ને યુગલ બંધાવાની શક્યતા હોવાથી ૩X૨=૬ ભાંગા ૨૨ ના બંધસ્થાનના મળે છે. બીજે નપું. વેદ બંધાતો નથી. તેથી બે વેદ X બે યુગલ-૪ ભાંગા ૨૧ ના બંધસ્થાનના મળે. ત્રીજા ગુણઠાણેથી સ્રીવેદ પણ બંધાવાનો અટકી જવાથી માત્ર પુરુષવેદ જ બંધાય છે. એટલે વેદના ભાંગા મળતા નથી. તેથી ૩ થી ૬ ગુણ સુધી માત્ર યુગલના બે ભાંગા મળે. સાતમા ગુણઠાણાથી અતિ-શોક યુગલ બંધાતું નથી. માટે હાસ્ય-રતિ યુગલ જ બંધાય છે. તેથી ૧-૧ ભાંગો જ મળે એ જાણવું.
ભૂયસ્કાર : ઉપશમશ્રેણીથી અક્કા ક્ષયે પડનાર અબંધકમાંથી ક્રમશઃ ૧,૨,૩ વગેરે પ્રકૃતિનો બંધક બને છે. એમાંથી ૧ નો બંધ જે કરે છે તે પ્રથમસમયે અવક્તવ્ય અને બીજા સમયથી અવસ્થિતબંધ હોવાથી ભૂયસ્કાર તરીકે મળતો નથી. પછી ૨, ૩, ૪ વગેરે બધા ભૂયસ્કાર તરીકે મળે છે. એટલે કુલ ૯ ભૂયસ્કાર મળે છે.
મિથ્યાત્વે આવીને ૨૨ના બંધસ્થાનનો પ્રારંભ કરનારને પૂર્વ સમયે ૨૧,૧૭,૧૩ કે ૯.. આ ચારમાંથી કોઈપણ બંધસ્થાન સંભવે છે, કારણકે બેથી છ સુધીના કોઈપણ ગુણઠાણેથી સીધા પહેલે ગુણઠાણે આવી શકાય છે. તેમ છતાં આ બધા (૨૨નો) એક જ ભૂયસ્કાર કહેવાય છે. કારણકે ભૂયસ્કારાદિની પ્રરૂપણામાં વિવિક્ષિત સમયના બંધસ્થાનની મુખ્યતા છે. એ જો ન બદલાયું હોય તો પૂર્વ સમયવર્તી બંધસ્થાન બદલાય તો પણ ભૂયસ્કારાદિ અલગ ગણાતા નથી.
સાસ્વાદને આવીને ૨૧ ના બંધસ્થાનનો પ્રારંભ કરનારાને પૂર્વસમયે ૧૭, ૧૩ કે ૯ આ ત્રણમાંથી કોઈપણ બંધસ્થાન સંભવે છે, કારણ કે ઉપશમ સમ્યક્ત્વની સાથે ૪થા, ૫મા કે છઠ્ઠા ગુણઠાણે ગયેલો જીવ અનંતાનુબંધીનો ઉદય થાય તો સીધો બીજે આવી શકે છે. પણ સાતમેથી આવી શકતો નથી. કારણ કે મૃત્યુ થાય તો જીવ સાતમેથી સીધો ચોથે જાય છે, પણ એ સિવાય, ૧ થી પમાંના કોઈપણ ગુણઠાણે જીવ સાતમેથી સીધો જઈ શકતો નથી, છઠ્ઠ આવીને જ જઈ શકે છે.
શક – ગાથા: ૨૪
Jain Education International
For Private & Personal Use Only
૧૧
www.jainelibrary.org