________________
અન્ય વાતનો વિરોધ થાય છે. આગળ આ જ દ્વારની ૫૬મી ગાથામાં એકેન્દ્રિયના સ્થિતિસ્થાનકો કરતાં બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનકો અસંખ્યગુણ કહેલા છે. એકેન્દ્રિયના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ વચ્ચે P/a નો તફાવત છે. એટલે એના સ્થિતિસ્થાનો P/a જેટલા છે. એકેન્દ્રિયના જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્નેને ૨૫-૨૫ વડે ગુણવાથી જે બેઇન્દ્રિયના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે તેનો તફાવત ૨૫ x P/a થશે. (જેમકે, ધારોકે એકેન્દ્રિયનો મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિબંધ ૯૯૯૮૦ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦૦૦૦૦ છે. એટલે એ બે વચ્ચે તફાવત ૧૦૦ નો અને સ્થિતિસ્થાનો ૧૦૧ થશે. આ બન્નેને ૨૫ વડે ગુણવાથી અનુક્રમે ૨૪૯૭૫૦૦ અને ૨૫૦૦૦0 એ બેઇન્દ્રિયનો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થશે. એટલે બે વચ્ચે તફાવત ૨૫૦૦ નો થશે અને સ્થિતિસ્થાનો ૨૫૦૧ થશે જે ક્રમશઃ ૧૦૦ ને ૧૦૧ કરતાં ૨૫ ગણા અને કંઈક ન્યૂન ૨૫ ગણા છે.) તેથી બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો લગભગ ૨૫ × Pla જેટલા થશે જે Pla કરતાં સંખ્યાતગુણ છે. અસંખ્યગુણ નથી. એટલે પૂર્વાપર વિરોધ થતો હોવાથી આ અર્થ ખોટો ગણાય.
આના બદલે, આ જ ધારની જે ૫૪મી ગાથા છે કે,
जा एगिंदि जहन्ना पल्लासंखंससंजुया सा उ ।
तेसिं जेट्ठा सेसाण संखभागहिय जासन्नी ॥ ५४ ॥
આનો સીધો અર્થ આવો છે કે ‘એકેન્દ્રિય જીવોનો જે જઘન્ય સ્થિતિબંધ હોય તેમાં P/a ઉમેરવાથી તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે અને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના શેષ જીવો માટે પોતપોતાના જઘન્યમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ (P/s) ઉમેરવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે.
આ ગાથાને અનુસરીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વીકારવાથી પંચસંગ્રહકારના વચનોમાં પૂર્વાપરિવરોધનો દોષ રહેતો નથી, કારણકે બેઇન્દ્રિયનો જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે P/s નો તફાવત પડવાથી સ્થિતિસ્થાનો પણ P/s મળશે જે એકેન્દ્રિયના P/a સ્થિતિસ્થાનો કરતાં અસંખ્ય ગુણ છે.
શંકા ઃ જો આ અર્થને જ સ્વીકારી લઈએ તો ૫૫મી ગાથાના અર્થનો વિરોધ નહીં થાય?
સમાધાન ઃ એ વિરોધ ન થાય એટલા માટે ૫૫મી ગાથાનો અર્થ આ
શાક ગ્રન્થ પર ટીપ્પણો
૨૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org