________________
રીતે કરવો જોઈએ. ૫૪મી ગાથા સુધીમાં ગ્રન્થમાં એકેન્દ્રિયની જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધાતી સ્થિતિ કહેવાઈ ગઈ છે. બેઈન્દ્રિય વગેરે માટે માત્ર એટલું કહ્યું છે કે પોતપોતાની જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ Pls અધિક હોય છે. પણ જઘન્ય કેટલી હોય છે કે ઉત્કૃષ્ટ કેટલી હોય છે એ કાંઈ કહ્યું નથી. એ જણાવવા માટે ૫૫મી ગાથા આવી છે. એમાં સામાન્યથી જ, બેઇન્દ્રિય વગેરેની ઉત્કૃષ્ટ કે જઘન્ય બંધાતી સ્થિતિ જાણવી છે? તો સામાન્યથી જ એટલે કે “જઘન્ય કે ઉત્કૃષ્ટ કોઈ પણ સ્થિતિ એકેન્દ્રિય કરતાં (સામાન્યથી) ૨૫, ૫૦, ૧૦ અને 1000 ગુણી હોય છે.” આવો અર્થ પામી ગાથાનો યોગ્ય લાગે છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્ને અન્યૂનાધિકપણે એકેન્દ્રિયની સ્થિતિ કરતાં ૨૫ ગુણી હોય છે એવું જો માનીએ તો એકેન્દ્રિયના સ્થિતિસ્થાનો કરતાં બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો ૨૫ ગુણા જ થવાથી ૫૬મી ગાથામાં જે અસંખ્યાતગુણ હોવા કહ્યા છે તેની સાથે વિરોધ થાય. એટલે બેમાંથી એક અન્યૂનાધિકપણે ૨૫ ગુણ છે અને અન્ય કંઈક ઓછેવત્તે અંશે ૨૫ ગુણ છે એટલો અર્થ તો કરવો જ પડે છે. ધારો કે એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ ૯૯૯૮૦ અને ઉત્કૃષ્ટ ૧,૦૦,૦૦૦ છે (એટલે કે Pla=૧૦૦). બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ૨૫,૦૦,૦૦૦ છે અને એમાંથી Pls=૧૦,૦૦૦ ઓછા કરવાથી) ૨૪,૯૦,૦એ જઘન્ય છે. તો એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ કરતાં બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ અન્યૂનાધિકપણે ૨૫ ગુણ થશે અને એકેન્દ્રિયના જઘન્ય કરતાં બેઇન્દ્રિયનો જઘન્ય કંઈક ન્યૂન ૨૫ ગુણ થશે. (૯૯૯૮૦ x ૨૫ = ૨૪,૯૭,૫૦૦ કરતાં ૨૪,૯૦,૦૦૦ કંઈક ન્યૂન છે એ સ્પષ્ટ છે.) તેમ છતાં એ લગભગ ૨૫ ગુણ તો છે જ, માટે પામી ગાથામાં સામાન્યથી જણાવ્યું છે કે બેન્દ્રિય વગેરેના જઘન્ય કે ઉત્કૃષ્ટ એકેન્દ્રિયના જઘન્ય કે ઉત્કૃષ્ટ કરતાં ૨૫ વગેરે ગુણ હોય છે.
બાકી જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બન્ને અન્યૂનાધિકપણે ૨૫ ગુણ હોય છે એવો અર્થ કરવામાં ૫૫મી ગાથાને જેમ ઉપર મુજબ ૫૬મી ગાથા સાથે વિરોધ આવે છે તેમ ૫૪મી ગાથા સાથે પણ આવશે જ. કારણકે એકેન્દ્રિયના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ Pla અધિક હોવાથી બેઇન્દ્રિયનું જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ ૨૫ x Pla જેટલું જ અધિક થશે. પલ્યોપમના અસંખ્યામાં ભાગને ૨૫ વડે ગુણવાથી મળતો જવાબ પણ પલ્યોપમના અસંખ્યમા ભાગે જ હોય છે, જસ્થિતિબંધ
૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org