________________
આવશે તે યુગલિકને ૨૮ મા ભાગે મળતા દલિક કરતાં તો ઘણું જ વધારે રહેવાનું. માટે દેવદ્દિક-વૈ.દ્વિકના જઘન્ય પ્રદેશબંધક યુગલિકને જ કહેવા ઘટે. પણ એ કહ્યા નથી. માટે માનવું પડે કે યુગલિકને પણ જઘન્યપણે સામાન્ય મનુષ્ય જેટલોજ યોગ હોય છે. એટલે બન્નેને દલિક સમાન મળે છે. પણ યુગલિકને જિનનામનો બંધ ન હોવાથી ૨૮ ભાગ જ પડે છે, જ્યારે સામાન્ય મનુષ્યમાંથી જે જિનનામ બાંધે છે એને ૨૯ મા ભાગનું દલિક દેવગતિનામકર્મ વગેરેને મળે છે, માટે એને જ આ પ્રકૃતિઓનો જઘન્યપ્રદેશબંધક કહ્યો છે.
આમ, ઉત્કૃષ્ટયોગ ભિન્ન હોવા છતાં, જેમ યુગલિકનો જધન્યયોગ શેષદેવાદિને તુલ્ય જ માનવો પડે છે, એમ, અનુત્તરનો પણ જઘન્યયોગનો બોલ અલગ કહ્યો ન હોવાથી એનો જઘન્યયોગ પણ શેષદેવાદિને તુલ્ય જ માનવો આવશ્યક બને છે. અને તો પછી શેષદેવો તથા નારકીઓ પણ જિનનામના જઘન્યપ્રદેશબંધક હોવામાં કશો વાંધો જણાતો નથી. છેવટે તત્ત્વ તુ કેવલિગમ્યમ્ 96) જઘન્યસ્થિતિબંધ : પંચસંગ્રહના મત પ્રમાણે જે પ્રસિદ્ધ છે તેનો કંઈક વિચાર કરીએ -
પંચસંગ્રહના પાંચમા બંધિવિધ દ્વારની ૫૫મી ગાથામાં આ પ્રમાણે જણાવ્યું છે -
पणवीसा पन्नासा सय दससय ताडिया इगिंदि ठिई ।
विगलासन्नीण कमा जायइ जेट्ठा व इयरा व ॥ ५५ ॥
આનો સીધો અર્થ આ થાય છે કે એકેન્દ્રિયના સ્થિતિબંધને અનુક્રમે ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણવાથી ક્રમશઃ વિકલેન્દ્રિય = બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયનો જ્યેષ્ઠ અને ઇતર = જઘન્ય સ્થિતિબંધ આવે છે.
આ અર્થને અનુસરીને એવું પ્રસિદ્ધ થયું છે કે એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધને ૨૫ વગેરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો જઘન્ય સ્થિતિબંધ અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ૨૫ વગેરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે.
હવે જો, આ જ અર્થને સ્વીકારી લઈએ તો પંચસંગ્રહકારે જ કહેલી
જ સ્થિતિબંધ
૨૧૩
........
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org