________________
મુખ્ય વિભાગ તો ૨૮,૨૯ જ પડે છે. કારણકે જે આહાદ્ધિક વધી છે તે પેટાવિભાગ વધ્યા છે, મુખ્યવિભાગ નહીં, એટલે દેવપ્રાયોગ્ય ૩૧ ના બંધે જિનનામના ભાગે ૨૯ મા ભાગનું દલિક આવે છે, જ્યારે મનુપ્રાયોગ્ય ૩૦ના બંધે તે ૩૦ મા ભાગનું આવે છે, એ જાણવું.
વળી, દેવપ્રાયોગ્ય ૨૯ બંધાય કે ૩૧, જિનનામના ભાગે ૨૯ મા ભાગનું જ દલિક આવતું હોવાથી ઉત્કૃપ્રદેશના સ્વામી માટે દેવપ્રાયોગ્ય ૨૯,૩૧.. બન્નેના બંધક ચાલે એ જાણવું.
હવે પાછા જિનનામના જપ્રદેશબંધક પર આવીએ. જિનનામકર્મનો જઘન્યપ્રદેશબંધ સંભવિત જઘન્યયોગી અનુત્તરસુરને ભવપ્રથમ સમયે મનુ પ્રાયોગ્ય ૩૦ ના બંધે કહ્યો છે. આમાં કારણ એવું અપાયું છે કે શેષ દેવો તથા નારકી કરતાં અનુત્તરને યોગ ઓછો હોય છે માટે પ્રદેશબંધ ઓછો થાયછે.
આમાં વિચારીએ તો શેષ દેવ તથા નારકીને પણ જિનનામનો જઘન્યપ્રદેશબંધ હોવામાં કશો વાંધો જણાતો નથી, કારણકે અનુત્તરની જેમ આ જીવોને પણ જઘન્યયોગ તો સંભવિત છે જ. અનુત્તર કરતાં શેષ દેવાદિને યોગ અસંખ્યગુણ જે કહ્યો છે તે ઉત્કૃષ્ટયોગ જાણવો. જઘન્યયોગ તો બધાને સમાન હોય છે. જો એ પણ અસમાન હોત તો, અલ્પબહુત્વમાં ઉત્કૃષ્ટયોગના બોલ જેમ અલગ-અલગ બતાવ્યા છે, એમ જઘન્યયોગના બોલ પણ જુદાજુદા બતાવ્યા હોત.
આ જ કારણ છે કે દેવદ્દિક-વૈધિક માટે દેવપ્રાયોગ્ય ૨૮ નો બંધક ન કહેતાં દેવપ્રાયોગ્ય ૨૯ નો બંધક કહ્યો છે. આશય એ છે કે જે સંજ્ઞી નો ઉત્કૃષ્ટ યોગ ઓછો કહ્યો હોય એનો જઘન્યયોગ પણ જો ઓછો જ હોય તો સંખ્યાતવર્ષાયુષ્ય સામાન્યમનુષ્ય કરતાં યુગલિકોનો ઉત્કૃષ્ટયોગ ઓછો હોવાથી જઘન્યયોગ પણ ઓછો જ સંભવે. એટલે, ૨૮ ના બંધક સમ્યક્ત્વી યુગલિકને ભવપ્રથમસમયે જે જઘન્યયોગ હોય એના કરતાં જિનનામ સહિત ૨૯ ના બંધક સામાન્યમનુષ્યનો જઘન્યયોગ અસંખ્યગુણ હોવાથી દલિક ઘણું જ વધારે મળવાના કારણે, ૨૯ ભાગ પડતા હોવા છતાં દેવદ્દિકાદિના ભાગે જે દલિક
૨૧૨
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org