________________
સમયે કયા કયા બંધસ્થાન પર જઈ શકાય એ વિચારવાથી ભૂયસ્કારાદિ જાણી શકાય છે. મૂળ પ્રકૃતિમાં ભૂયસ્કારાદિ
બંધસ્થાન : ૮, ૭, ૬, ૧. સામાન્યથી બધા જીવો આયુ વિના ૭ પ્રકૃતિઓ બાંધતા હોય છે. જ્યારે આયુષ્ય પણ બાંધે ત્યારે ૮ નું બંધસ્થાન થાય. આયુબંધ અટક્યા પછી પાછું ૭નું બંધસ્થાન. શ્રેણિમાં દસમાં ગુણઠાણે મોહનીયનો બંધ અટકવાથી ૬ નું બંધસ્થાન. ૧૧-૧૨-૧૩ મે ગુણઠાણે ૧ નું બંધસ્થાન, માત્ર શાતાવેદનીય બંધાય છે.
ભૂયસ્કાર ઃ ૬, ૭, ૮ એમ ત્રણ મળે. ૧૧ મેથી ૧૦મે આવે એટલે ૧ થી ૬ નો. ૧૦ મેથી ૯ મે આવે એટલે ૬ થી ૭ નો, આયુબંધકાળે ૭ થી ૮ નો ત્રીજો ભૂયસ્કાર.
અલ્પતર : ૭, ૬, ૧ એમ ત્રણ મળે.. આયુબંધ અટકે ત્યારે ૮ થી ૭ શ્રેણિમાં દસમે જાય ત્યારે ૭ થી ૬ શ્રેણિમાં ૧૧ કે ૧૨ મે જાય ત્યારે ૬ થી ૧ અવસ્થિત : ૮, ૭, ૬, ૧ એમ ચાર મળે..
જ્યારે આયુબંધનો પ્રારંભ કરે ત્યારે પ્રથમ સમય માટે નો ભૂયસ્કાર કહેવાય. પણ બીજા સમયથી ૮નું જ બંધસ્થાન રહે એ અવસ્થિત કહેવાય. આવું દરેક ભૂયસ્કાર, અલ્પતર કે અવક્તવ્ય બંધ માટે જાણવું.
અવક્તવ્ય: મૂળપ્રકૃતિમાં અવક્તવ્ય મળે નહીં. કારણકે ૧૪ મે અબંધક થયા પછી પડવાનું ન હોવાથી ફરીથી બંધ હોતો નથી. ઉત્તરપ્રવૃતિઓમાં ભૂયસ્કારાદિ. જ્ઞાના. અંતરાય.. પાંચ પ્રકૃતિનું એક જ બંધસ્થાન છે, માટે ભૂયસ્કાર
અલ્પતર મળે નહીં. અવસ્થિત..૧ ૫ નું. સામાન્યથી પાંચ પ્રકૃતિઓનો અવસ્થિત બંધ
હોય છે. શતક - ગાથા: ૨૨,૨૩
છે
.
• •
•
• •
•
•
• •
•
•
• •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org