________________
છે. છતાં શરીરનામકર્મ વગેરે પુદ્ગલવિપાકી પ્રકૃતિઓ એવી છે કે એના ઉદયથી શરીરાદિપુદ્ગલોમાં તે તે ફેરફાર થાય છે... અને પછી એવા ફેરફારવાળા પુલોની જીવ પર અસર થાય છે. માટે આ બધી પ્રવૃતિઓ પુદ્ગલવિપાકી વગેરે કહેવાય છે. પણ મતિજ્ઞાનાવરણકર્મ વગેરે ૭૮ પ્રકૃતિઓ એવી છે કે એ આકાશ-શરીરાદિ પુદ્ગલો વગેરેને કશી અસર કરતી નથી, અને સીધી જીવના આત્મપ્રદેશો પર જ અસર કરે છે. માટે આ પ્રકૃતિઓ જીવવિપાકી કહેવાય છે. ઘાતી ૪૭, વેદનીય ૨, ગોત્ર ૨, તથા, નામ ૨૭ ૪ ગતિ, ૫ જાતિ, ૨ ખગતિ, શ્વાસો, જિનનામ, ત્રસત્રિક,
સ્થાવરત્રિક, સુભગ ૪, દુર્ભગ ૪. ૧૬) પુદ્ગલવિપાકી - ૩૬
જે પ્રકૃતિઓનો વ્યક્તરૂપે સાક્ષાત્ વિપાક પુદ્ગલ પર હોય તે... નામકર્મ... ૩૬. ૧૨ ધુવોદયી, ૩ શરીર, ઉપઘાત, સાધા, પ્રત્યેક,
ઉદ્યોત, આતપ, પરાઘાત, ૩ ઉપાંગ, ૬ સંઘ, ૬
સંસ્થાન. ૧૭) પ્રકૃતિબંધદ્વાર
પ્રકૃતિબંધ, સ્થિતિબંધ વગેરેની વ્યાખ્યા તથા મોદકનું દષ્ટાન્ત પ્રથમ કર્મગ્રન્થમાંથી જાણી લેવું. અથવા પ્રકૃતિબંધની આવી પણ વ્યાખ્યા છે કે સ્થિતિ-અનુભાગ અને પ્રદેશબંધનો સમુદાય એ પ્રકૃતિબંધ.
વિવક્ષિત સમયે બંધાતી પ્રકૃતિઓની સંખ્યા એ બંધસ્થાન કહેવાય છે.
વિવક્ષિત સમયે બંધાતી પ્રકૃતિઓની સંખ્યા જો એના પૂર્વવર્તી સમયે બંધાયેલી પ્રકૃતિઓની સંખ્યા કરતાં અધિક હોય તો ભૂયસ્કારબંધ કહેવાય છે.
પ્રકૃતિઓની સંખ્યા કરતાં અલ્પ હોય તો અલ્પતરબંધ કહેવાય છે.
પ્રકૃતિઓની સંખ્યા કરતાં સમાન હોય તો અવસ્થિતબંધ કહેવાય છે, અને પૂર્વસમયે શૂન્યનું બંધસ્થાન હોય (અર્થાતું બંધ નહોતો) તો વિવક્ષિત સમયે થતો બંધ એ અવક્તવ્ય23 બંધ કહેવાય છે 24
તે તે પ્રકૃતિના બંધસ્થાનાદિ જાણી ક્યા બંધ સ્થાન પરથી અવ્યવહિતોત્તર
ગાથા: ૨૧,૨૨,૨૩ – શતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org