________________
ગુણઠાણે જે છેલ્લો સ્થિતિઘાત શરુ થાય છે, ત્યારે એના દ્વારા ૧૪માગુણઠાણાથી ઉપરની બધી સ્થિતિઓ ખંડાવાની સાથે ગુણશ્રેણિનો પણ ૧૪ માની ઉપર ગયેલો બધો ભાગ ખંડાવાનો ચાલુ થાય છે. અને તેથી હવે શીર્ષ ૧૪મા ગુણઠાણાનો જે છેલ્લો સમય હોય તે બની જાય છે. હજુ પણ ગુણશ્રેણિ ગલિતાવશેષ જ હોય છે. તેરમાના ચરમસમય સુધી આ ગુણશ્રેણિની રચના ચાલે છે.
આ અગ્યાર ગુણશ્રેણિઓમાંથી ઉપશાન્તમોહ અને સયોગી કેવળીને ગુણશ્રેણિ અવસ્થિત પરિણામરૂપ હોય છે. તથા આયામ અને દલિક બન્ને અપેક્ષાએ એ અવસ્થિત હોય છે. દેશવિરતિ અને સર્વવિરતિની ગુણશ્રેણિનો આયામ અવસ્થિત હોય છે. દલિક ચાર પ્રકારે વધઘટ થાય છે. આ સિવાયની બધી ગુણશ્રેણિઓ ગલિતાવશેષ હોય છે. ક્ષીણમોહની ગુણશ્રેણિનો આયામ બારમા ગુણઠાણાના કાળ કરતાં અધિક હોય છે. અને ગલિતાવશેષ હોય છે. એ ગુણઠાણાનો કાળ જ્યારે સંખ્યામાં ભાગ જેટલો બાકી હોય છે. ત્યારથી ૩ ઘાતીના સ્થિતિઘતાદિ અટકી જાય છે. પણ એમાં ચરમ સ્થિતિઘાતનો જ્યારથી પ્રારંભ થાય છે ત્યારથી ત્રણ ઘાતી કર્મોની સ્થિતિ બારમાના કાળ કરતાં જેટલી ઉપર ગઈ હોય તે બધી ખંડવાનો પ્રારંભ થવા સાથે બારમાના ચરમસમયની ઉપર જેટલી ગુણશ્રેણિ હતી એ પણ ખંડાવાનો પ્રારંભ થાય છે. અને એટલે હવે ૧૨ માનો ચરમસમય એ જ ક્ષીણમોહની ગુણશ્રેણિનું શીર્ષ બને છે. ગુણશ્રેણિ ગલિતાવશેષ જ હોય છે. આ ચરમસ્થિતિઘાત પૂરો થાય એની સાથે ગુણશ્રેણિની રચના પણ પૂરી થઈ જાય છે. બારમા ગુણઠાણાના સંખ્યામાં ભાગ જેટલો કાળ જે હવે બાકી રહ્યો હોય છે. તેમાં ઘાતી કર્મોના સ્થિતિઘાતાદિકેગુણશ્રેણિની રચના હોતી નથી. પણ ગુણશ્રેણિ રૂપે રચાયેલા દલિકોને ઉદય-ઉદીરણાથી માત્ર ભોગવવાનું જ હોય છે.
89) સમ્યકત્વનો ઉત્કૃ- કાળ સાધિક ૬૬ સાગરો છે. એ પછી અંતર્મુ. ત્રીજે ગુણઠાણે આવી ફરીથી સમ્યકત્વ પામે ને સાધિક ૬૬ સાગરો જાળવી રાખે. એ પછી કયાં તો મોક્ષે જાય ને નહીંતર અવશ્ય મિથ્યાત્વે જાય છે. માટે
શતક ગ્રન્થપર ટીપ્પણી
૨૦૯
o
o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org