________________
અસંખ્યાતગુણ - સંખ્યાતગુણ - સંભાગ -અસં ભાગ એમ ચાર પ્રકારે ઓછા કે વધારે ગોઠવાય છે. જીવની વિશુદ્ધિ વધતી હોય તો દલિક વિશુદ્ધિને અનુસરીને આ ચારમાંથી યથાયોગ્ય એક પ્રકારે વધારે વધારે ગોઠવાય છે. અને જો સંક્લેશ વધતો હોય તો દલિક ચારમાંથી એક પ્રકાર હાનિ પામે છે- ઓછું ગોઠવાય છે. આ યથાપ્રવૃત્તગુણશ્રેણિ કહેવાય છે. જીવ જયાં સુધી દેશિવરતિ જાળવી રાખે ત્યાં સુધી એ ચાલ્યા કરે છે. અહીં જે ચાર પ્રકારે દલિકોની વૃદ્ધિ કે હાનિ કહી છે તે, ગુણશ્રેણિરૂપે તે તે સમયે ગોઠવાતા કુલદલિક અંગે જાણવી. વિવક્ષિત સમયે ગોઠવાતા આવા વૃદ્ધિ કે હાનિવાળા કુલ દલિકમાંથી, નિષેકોમાં તો ઉત્તરોત્તર a-a દલિક જ ગોઠવાય છે. અર્થાત્ મૂળમાં અલ્પ, બીજા નિષેકમાં a, ત્રીજામાં a, એમ યાવત્ શીર્ષમાં a.
આ જ પ્રમાણે સર્વવિરતિની ગુણશ્રેણિ માટે પણ જાણવું. આમ દેશવિરતિ અને સર્વવિરતિ નિમિત્તે થતી ગુણશ્રેણિનો રચનાકાળ ઉત્કૃષ્ટથી યાવત્ દેશોનપૂર્વક્રોડ સુધીનો પણ મળી શકે છે. એમ સયોગીકેવળી ગુણશ્રેણિનો પણ એટલો મળી શકે છે. બાકીની બધી ગુણશ્રેણિનો રચનાકાળ અંતર્મુ જ હોય છે, એનાથી વધારે હોતો નથી.
88) સયોગી કેવળીની ગુણશ્રેણિનો પ્રારંભ ૧૩ મા ગુણઠાણાના પ્રથમ સમયથી થાય છે, આયુષ્ય સિવાયના ૩ અઘાતી કર્મોમાં એ રચાય છે, અને આયોજિકા કરણના પૂર્વસમય સુધી ચાલે છે. આયોજિકાકરણથી અયોગી નિમિત્તક ગુણશ્રેણિની રચના થાય છે. ૧૪ મે ગુણઠાણે કરણવીર્ય ન હોવાથી સ્થિતિઘાતાદિની જેમ ગુણશ્રેણિની રચના પણ હોતી જ નથી . એટલે ૧૩મા ગુણઠાણે જ આયોજિકાકરણના પ્રથમસમયથી ૧૩ માના ચરમ સમય સુધી આ ગુણશ્રેણિની રચના થાય છે. પણ એ મુખ્યતયા ૧૪ મે ભોગવાતી હોવાથી અયોગીકેવળીની ગુણશ્રેણિ કહેવાય છે, એ જાણવું . આયોજિકાકરણના પ્રથમસમયથી સ્થિતિઘાતાદિ અને ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે. ગુણશ્રેણિનો આયામ ૧૩ મા ગુણઠાણાનો અવશિષ્ટકાળ + ૧૪ માનો કાળ + કંઈક અધિક હોય છે. શીર્ષ સ્થિર હોય છે. અને તેથી ગુણશ્રેણિ ગલિતાવશેષ હોય છે. ૧૩મા સયો કવલીગુણશ્રેણિ
Jain Education International
For Private & Personal Use Only
૨૦૫
www.jainelibrary.org