________________
કહે છે, એની નીચેના જે નિષેકો ભરેલા હોય છે એ પ્રથમસ્થિતિ કહેવાય છે એનો છેલ્લો નિષેક (૩૫૦મો નિષેક) એ જ અનિવૃત્તિકરણનો ચરમ સમય હોય છે. જ્યારથી અંતરકરણ કરવાનો પ્રારંભ કરેલો ત્યારથી મિથ્યાત્વમોહનીયની ગુણશ્રેણિ ૩૫૦ મા નિષેક સુધી જ થાય છે, ઉપર નહીં. જીવ, ધીમેધીમે અંતરતરફ આગળ વધતાં જ્યારે ૩૪૩ મા સમયે આવે છે ત્યારથી અર્થાત પ્રથમસ્થિતિની દ્વિચરમ આવલિકામાં પ્રવેશે છે ત્યારથી હવે મિથ્યાત્વમોહનીયની ગુણશ્રેણિ થતી નથી, બીજી બધી પ્રકૃતિઓમાં ગુણશ્રેણિ ચાલુ હોય છે. આવું ૩૫૦ મા સમય સુધી ચાલે છે અહીં સુધી પ્રથમ ગુણઠાણું છે, અર્થાત્ આ ગુણશ્રેણિ રચના પ્રથમ ગુણઠાણે થઈ છે. જેવો૩૫૧ મો સમય આવે છે ત્યારે મિથ્યાત્વમોહનીયનું એ ઉદયપ્રાપ્ત નિષેકમાં કોઈજ દલિક ન હોવાથી ઉદય હોતો નથી.. અને તેથી ઉપશમ સમ્યક્ત્વ ગુણ પ્રગટ થાય છે, જીવ ચોથે ગુણઠાણે આવે છે. ઉત્તરોત્તર સમયે અનંતગુણ - અનંતગુણ વિશુદ્ધિથી વધતા રહેવાની વિશુદ્યમાન અવસ્થા કે જે યથાપ્રવૃત્તકરણ કરતાં પણ અન્તર્મુહૂર્ત પૂર્વથી શરુ થયેલી ને જે એકાંતવિશુદ્ધિવાળી અવસ્થા કહેવાય છે તે હજુ પણ અન્તર્મુ સુધી ચાલુ હોય છે ને ત્યાં સુધી દર્શનમોહનીય સિવાય, સાતે કર્મોમાં ગુણશ્રેણિની રચના ચાલુ રહે છે. એનું પણ શીર્ષ તો ૩૮૦ મો નિષેક જ સ્થિરપણે હોય છે. આ ચોથે ગુણઠાણે થતી ગુણશ્રેણિ રચના છે. દર્શનમોહનીયનું તો અંતર ચાલુ હોવાથી ને બધું દલિક ઉપશાન્ત થઈ ગયું હોવાથી એમાં ગુણશ્રેણિ થતી નથી. 87) દેશવિરતિની પ્રાપ્તિ માટે યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ આ બે કરણો કરવાના હોય છે, અનિવૃત્તિકરણ કરવાનું હોતું નથી. અપૂર્વકરણ પૂરું થાય એટલે તરત જીવ દેશવિરતિ પામે છે ને એ જ સમયથી દેશવિરતિ નિમિત્તક ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે. વળી એ સમયથી એક અન્તર્મુ સુધી જીવ હજુ ઉત્તરોત્તર સમયે અનંતગુણ - અનંતગુણ વિશુદ્યમાન હોય છે એટલે આ એકાંત વિશુદ્ધિના કાળમાં દલિકની અપેક્ષાએ ગુણશ્રેણિ ઉત્તરોત્તર અસં.ગુણ અસંખ્યગુણ રચાય છે. ત્યારબાદ જીવ સ્વભાવસ્થ થાય છે. પણ ગુણશ્રેણિ રચના તો ચાલુ જ રહે છે. એનો આયામ અવસ્થિત હોય છે અને દલિકો
૨૦૪
શતક ગ્રન્થ પર ટીપ્પણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org