________________
પ્રકૃતિઓનું અલ્પબહુત્વ આપ્યું નથી, એમાંની આઠ પ્રત્યેક પ્રકૃતિઓનું અલ્પબહુત્વ આગળની ટીપ્પણમાં કહેવામાં આવશે. એ સિવાયની પ્રકૃતિઓનું અર્થાત્ બે વેદનીય, બે ગોત્ર, ૧૫ બંધન નામકર્મ, વર્ણાદિ ૨૦, ૨ ખગતિ, સ્થિરષટ્ક અને અસ્થિર ષટ્ક...આ ૫૩પ્રકૃતિઓનું અલ્પબહુત્વ બાકી રહે છે. આમાંથી પરસ્પર પ્રતિપક્ષી એવી બન્ને વેદનીય, બન્ને ગોત્ર, બન્ને ખગતિ, તથા સ્થિર અસ્થિર વગેરે છએ જોડકાં..... આ બધી પ્રકૃતિઓને સમવિધબંધક સર્વજઘન્યયોગી સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય જીવ ભવાઘસમયે ઉદ્યોત સાથે પંચે.પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિ બાંધે ત્યારે સમાન રીતે બાંધી શકે છે. એટલે જઘન્યપણે શાતાને જેટલું મળે છે એટલું જ અશાતાને પણ મળી શકે છે. એમ શુભખગતિને મળે છે. એટલું જ કુખગતિને મળી શકે છે... આવું જ આમાંની બધી બબ્બે પ્રતિપક્ષી પ્રકૃતિઓ માટે છે. માટે બધી તુલ્ય દલિક મેળવતી હોવાથી એમાં અલ્પબહુત્વ છે નહીં. વર્ણાદિ ૨૦ધ્રુવબંધી છે. એટલે બંધવિચ્છેદ ન થાય ત્યાં સુધી સમાન રીતે બંધાયા જ કરે છે. એટલે ઉત્કૃષ્ટ કે મધ્યમપદે જે ક્રમે કૃષ્ણનીલાદિ પ્રકૃતિઓને દલિક મળે છે એ જ ક્રમે જઘન્યપદે પણ મળતું હોવું જોઈએ. માટે ઉત્કૃષ્ટપદે એનું જે અલ્પબહુત્વ છે એ જ જઘન્યપદે પણ માનવું ઉચિત લાગે છે.તથા બંધનનામકર્મ અંગે શરીર-સંઘાતનનામકર્મનું જઘન્યપદે જે અલ્પબહુત્વ કહ્યું છે એને અનુસરીને જ અલ્પબહુત્વ જાણવું જોઈએ. અર્થાત્ ઔદા.ઔદા.અલ્પ, પછી ઔદાતે, ઔદાકા,ઔદાન્તકા, તૈત, વૈકા, કાકા
આ ૬ બોલ v-v પછી વૈવૈ- a પછી વૈđ,વૈકા,વૈતૈકા આ ૩ v-v, પછી આહા.આહા.- a ને પછી આહાđ, આહાકા,આહાđકા આ ત્રણે v-v . ટીકામાં, ‘“બાકીની નામપ્રકૃતિઓનું અલ્પબહુત્વ નથી’’ આવું જે કહ્યું છે તેમાં (૧) ક્યાં તો બાકીની તરીકે વર્ણાદિ ૨૦ અને ૧૫ બંધન સિવાયની ખગતિ વગેરે પ્રકૃતિઓ જ અભિપ્રેત જાણવી અને (૨) ક્યાં તો વર્ગાદિ ૨૦ માટે ‘‘અલ્પબહુત્વ નથી’’ નો અર્થ ‘‘ઉત્કૃષ્ટ પદ કરતાં જુદું અલ્પબહુત્વ નથી.’' એવો કરવો, અને બંધન માટે ‘“જધન્યપદે શરીર-સંઘાતન માટે જે કહ્યું છે એનાથી જુદું અલ્પબહુત્વ નથી.’’ એવો કરવો. ત ં કેવલિગમ્યમ્
શતક ગ્રન્થ પર ટીપ્પણો
૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org